કોરોનાની અસર: ટોક્યો ઓલમ્પિક્સ સ્થગિત, હવે 2021 માં યોજાશે

Updated: Mar 24, 2020, 12:46 IST | IANS | Mumbai

મહામારીને લીધે ઓલમ્પિક્સનું આયોજન ઠેલાયું હોવાની ઈતિહાસમાં પહેલીવાર બન્યું . જો આ ઇવેન્ટને એક વર્ષ સુધી પોસ્ટપોન કરવામાં ન આવે તો કૅનેડા તેમના એક પણ પ્લેયરને નહીં મોકલે એવી જાહેરાત પહેલા જ કરી દીધી હતી

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19) ને લીધે ટોક્યોમાં યોજાનારી ઓલમ્પિક્સ (Tokyo Olympic) આખરે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓલમ્પિક્સ રમતોને એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. હવે ટોક્યો ઓલમપિક્સ રમતોનું આયોજન 2021 માં થશે. ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, કોઈ મહામારીને લીધે ઓલમ્પિક્સનું આયોજન પાછું ઠેલવવામાં આવ્યું હોય. પરંતુ આ પહેલા ત્રણ વાર ઓલમ્પિક્સ રમતો રદ કરવામાં આવી છે. સૌપ્રથમ 1916માં પ્રથમ વિશ્વવયુધ્ધ દરમ્યાન ઓલમ્પિક્સ રમતો રદ કરવી પડી હતી. ત્યારબાદ 1940 અને 1944 દરમ્યાન બીજા વિશ્વયુધ્ધને લીધે ઓલમ્પિક્સ રમતોનું આયોજન રદ કરવું પડયું હતું.

કોરોના વાયરસનો ખતરો ઓલમ્પિક્સ રમતો પર ઘણા લાંબા સમયથી મંડરાતો હતો. ગઈકાલે ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટીએ કહ્યું હતું કે, ૨૦૨૦ ટોક્યો ઑલિમ્પિક કૅન્સલ કરવી અમારા એજન્ડામાં નથી. દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાઇરસને કારણે તમામ ઇવેન્ટ કૅન્સલ કરવામાં આવી છે. ઇવેન્ટ કૅન્સલ કરવી કે પછી પોસ્ટપોન્ડ કરવી એ વિશે ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટીના પ્રેસિડેન્ટ થોમસ બેચનું કહેવું છે કે ‘આગામી ચાર અઠવાડિયાંમાં આ વિશે નિર્ણય લેવામાં આવશે. ટોક્યો ગેમ્સને કૅન્સલ કરવાનું હજી સુધી અમારા એજન્ડામાં નથી. કોઈ પણ વસ્તુ કરતાં હ્યુમન લાઇફ વધુ મહત્ત્વની છે, જેમાં આ ગેમનો પણ સમાવેશ છે. અમે દરેક પરિસ્થિતિથી રૂબરુ થઈને આ વિશે વિચારી રહ્યા છીએ. દરેક વ્યક્તિ એ સાથે સહમત છે કે નક્કી કરેલી તારીખે આ ગેમ રમાડવી શક્ય નથી. જો આ ક્રાઇસિસનો નિવેડો મે મહિના સુધીમાં ન આવ્યો તો અમે એ પોસ્ટપોન્ડ કરીશું. અમારો પ્લાન સી ગેમને ૬ મહિના અથવા તો એક વર્ષ સુધી પોસ્ટપોન્ડ કરવાનો છે.’ એમ તેમણે કાલે જણાવ્યા બાદ આખરે આજે ઓલમ્પિક્સ રમતો સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હતો. જપાનના પ્રાઇમ મિનિસ્ટરે તો પહેલા જ કહ્યું હતું કે, ‘ટોક્યો ઑલિમ્પિકને પોસ્ટપોન્ડ કરવી એ જ ઑપ્શન છે.' તેમણે ગઈકાલે કહ્યું હતું કે, ૨૦૨૦ ટોક્યો ઑલિમ્પિકને પોસ્ટપોન્ડ કરવામાં આવે એ જ હિતાવહ રહેશે. તેમણે ગઈ કાલે પાર્લમેન્ટમાં આ મુદ્દો ઉપાડ્યો હતો. આ ટુર્નામેન્ટ ૨૪ જુલાઈએ ટોક્યોમાં શરૂ થવાનું પ્લાનિંગ હતું. આ વિશે શિન્ઝો આબેએ કહ્યું કે ‘આ પરિસ્થિતિમાં ગેમનું આયોજન કરવું મુશ્કેલ છે. ઍથ્લિટ્સને પ્રાયોરિટી આપીને આ ગેમ પોસ્ટપોન્ડ કરવાનું વિચારવું પડશે. જોકે ગેમ કૅન્સલ કરવી એ ઑપ્શન નથી.'

જ્યારે ઓલમ્પિક્સ રમતો રદ કરવાનો નિર્ણય નહોતો લેવાયો ત્યારે ૨૦૨૦ ટોક્યો ઑલિમ્પિકમાં પ્લેયર્સને મોકલવા કે નહીં એ માટે ભારત સરકાર એક મહિનો હજી રાહ જોશે તેવું નક્કી કર્યું હતું. કોરોના વાઇરસને પગલે દુનિયાભરમાં લૉકડાઉન થઈ રહ્યું છે. ઇવેન્ટ્સ તો દૂરની વાત, લોકો રસ્તા પર નીકળવાનું ટાળી રહ્યા છે. જો આ ઇવેન્ટને એક વર્ષ સુધી પોસ્ટપોન કરવામાં ન આવે તો કૅનેડા તેમના એક પણ પ્લેયરને નહીં મોકલે એવી તેમણે જાહેરાત કરી દીધી હતી. પણ હવે ઓલમ્પિક્સ રદ કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK