Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજે મતદારો ૨૩૫ મહિલા સહિત ૩૨૩૭ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

આજે મતદારો ૨૩૫ મહિલા સહિત ૩૨૩૭ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

21 October, 2019 12:36 PM IST | મુંબઈ

આજે મતદારો ૨૩૫ મહિલા સહિત ૩૨૩૭ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

આજે મતદારો ૨૩૫ મહિલા સહિત ૩૨૩૭ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે


આજે મહારાષ્ટ્ર વિધાનસભાની તમામ ૨૮૮ બેઠકો પર મતદાન થશે, જેમાં ૨૩૫ મહિલા સહિત કુલ ૩૨૩૭ ઉમેદવારોનાં ભાવિ મતપેટીમાં સીલ થશે. મતદાન સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધી કરી શકાશે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠક પર તો કૉન્ગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અશોક ચવાણ નાંદેડની ભોકર અને પૃથ્વીરાજ ચવાણ સાતારાની કરાડ દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસે સતત બીજી વખત સત્તા મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
બાળ ઠાકરે પરિવારમાંથી પહેલી વખત સેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો ૨૯ વર્ષનો પુત્ર આદિત્ય ઠાકરે મુંબઈની વરલી બેઠક પર ચૂંટણી લડી રહ્યો છે.
વિધાનસભાની સાથે સાતારા લોકસભાની પેટાચૂંટણી પણ યોજાઈ છે. એનસીપીના ભૂતપૂર્વ સંસદસભ્ય અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલેએ રાજીનામું આપીને બીજેપીમાં સામેલ થવાથી આ બેઠક ખાલી પડી હતી. અહીં તેમનો મુકાબલો કૉન્ગ્રેસ-એનસીપીના શ્રીનિવાસ પાટીલ સામે છે.
આ વખતે બીજેપી નાના સાથીપક્ષો મળીને ૧૬૨ બેઠક પર અને શિવસેના ૧૨૪ બેઠક સાથે મહાયુતિમાં ચૂંટણી લડી રહી છે, જ્યારે બીજી તરફ કૉન્ગ્રેસ ૧૪૭ અને સાથીપક્ષ એનસીપી ૧૨૧ બેઠક પર લડી રહ્યા છે.
રાજ્યમાં મુખ્ય મુકાબલો બીજેપીની આગેવાનીની મહાયુતિ અથવા ગ્રૅન્ડ અલાયન્સ અને કૉન્ગ્રેસની લીડરશિપમાં એનસીપી મહાઆઘાડી વચ્ચે છે.



કુલ ૮,૯૮,૩૯,૬૦૦ મતદારો
રાજ્યમાં ૧૮થી ૨૫ વર્ષની ઉંમરના ૧,૦૬,૭૬,૦૧૩ મતદારો સાથે કુલ ૮,૯૮,૩૯,૬૦૦ મતદારો મત આપવાની ફરજ અદા કરશે. રાજ્યભરમાં ચૂંટણી માટે ૬.૫ લાખ લોકોની ૯૬,૬૬૧ મતદાન-કેન્દ્ર પર નિયુક્તિ કરવામાં આવી છે. ઈવીએમમાં ગરબડ થતી હોવાની ફરિયાદને પગલે મતદારે પોતે આપેલો મત એ જ ઉમેદવાર જાય છે કે નહીં એ ચકાસવા માટે ચૂંટણીપંચ દ્વારા ૧,૩૫,૦૨૧ વીવીપેટ મશીન ઇન્સ્ટૉલ કરવામાં આવ્યાં છે.


2014માં તમામ પક્ષો અલગ અલગ લડ્યા હતા
૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષો એકલે હાથે લડ્યા હતા. એ સમયે બીજેપીને સૌથી વધુ ૧૨૨ બેઠકો, શિવસેનાને ૬૩, કૉન્ગ્રેસને ૪૨ અને એનસીપીને ૪૧ બેઠકો મળી હતી. આ વખતે કૉન્ગ્રેસ અને એનસીપીના અનેક વિધાનસભ્યો, ભૂતપૂર્વ વિધાનસભ્યો અને દિગ્ગજ નેતાઓ બીજેપી અને શિવસેનામાં પાટલી બદલીને ગયા છે. મતદારો તેમને કેટલું સમર્થન આપશે એ ૨૪ ઑક્ટોબરે હાથ ધરાનારી મતગણરીમાં જણાઈ આવશે.

સૌથી વધુ ૩૮, સૌથી ઓછા ૩ ઉમેદવાર
રાજ્યની તમામ ૨૮૮ વિધાનસભામાં નાંદેડ દક્ષિણની બેઠક પર રાજ્યમાં સૌથી વધુ ૩૮ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે રત્નાગિરિ જિલ્લાની ચિપલૂણ બેઠક પર સૌથી ઓછા ત્રણ ઉમેદવારો મેદાનમાં છે.


મનસેના ૧૦૧ અને ૧૪૦૦ અપક્ષ ઉમેદવાર
આ સિવાય રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ ૧૦૧ ઉમેદવાર ઊભા રાખ્યા છે, જ્યારે ૧૪૦૦ અપક્ષ ચૂંટણી-મેદાનમાં છે. આજના મતદાન પહેલાં શનિવારે સાંજે ચૂંટણીપ્રચારનો અંત આવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

21 October, 2019 12:36 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK