મહારાષ્ટ્રમાં કોકડું હજી ગૂંચવાયેલું

Published: Nov 02, 2019, 11:39 IST | મુંબઈ ડેસ્ક

બીજેપી પાસે બહુમતી માટેનો ૧૪૫નો આંકડો નથી એટલે એ કોની મદદથી આવું સાહસ કરવાની છે એ રહસ્ય છે.

મુંબઈ : (મિડ-ડે પ્રતિનિધિ) મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીનાં રિઝલ્ટ જાહેર થયાને અઠવાડિયું વીતી ગયા બાદ પણ આગામી સરકાર રચવા બાબતે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે ત્યારે બીજેપી દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પાંચમી નવેમ્બરે શપથવિધિની તૈયારી આરંભી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે બીજેપી પાસે બહુમતી માટેનો ૧૪૫નો આંકડો નથી એટલે એ કોની મદદથી આવું સાહસ કરવાની છે એ રહસ્ય છે. 

બીજી તરફ બીજેપી વિધાનસભામાં બહુમતી પુરવાર ન કરી શકે તો શિવસેનાને બહારથી ટેકો આપીને સરકાર બનાવવા બાબતે શિવસેનાએ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી) સાથે ચર્ચા શરૂ કરી હોવાનું કહેવાય છે. આમાં કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીની ભૂમિકા મહત્ત્વની બની રહે એવી શક્યતા છે. ગુરુવારે રાતે શરદ પવારે ઉદ્ધવ ઠાકરે સાથે આ બાબતે વાતચીત પણ કરી હતી. કૉન્ગ્રેસે પણ હજી સુધી શિવસેનાને ટેકો આપવા બાબતે સ્પષ્ટતા નથી કરી છતાં શરદ પવાર રવિવારે નવી દિલ્હીમાં સોનિયા ગાંધીને મળીને મહારાષ્ટ્રની અત્યારની રાજકીય સ્થિતિ વિશે ચર્ચા કરવા તૈયાર થયા હોવાનું જાણવા મળ્યું હતું. આવી સ્થિતિમાં આગળ શું થાય છે એ કહેવું મુશ્કેલ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK