જર્મનીના બર્લિન શહેરની શૂમેર બેકિંગ પૅરેડાઇઝ નામની બેકરીએ કોરોના રોગચાળાના પ્રતિકાર માટે આવશ્યક શિસ્ત, નિયમોના પાલન અને સારવારના વિષયને ઘણું મહત્ત્વ આપ્યું છે. કોરોનાની વૅક્સિન બજારમાં આવી ચૂકી હોવાથી હવે રસીકરણ ઝુંબેશને પ્રોત્સાહન આપવા સક્રિય બની છે. બેકરીએ વૅક્સિનેશનનું મહત્ત્વ લોકોને સમજાવવા ઇન્જેક્શનની સિરિન્જના આકારની કેક બનાવી છે. બેકરીના માલિક ટિમ કોર્તુયેમ શરૂઆતમાં સિરિન્જના આકારની કેક વેચાશે કે નહીં એ માટે શંકા ધરાવતા હતા, પરંતુ છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં એક પછી એક વિશ્વના દેશોમાં માસ વૅક્સિનેશન પ્રોગ્રામ્સ શરૂ થતાં તેમણે હિંમત કરીને સિરિન્જના આકારની કેક બનાવીને વેચવાનું શરૂ કર્યું. તેમની એ કેક પર ‘2021 - Bye Bye Corona’ લખેલું હોય છે. આવી કેક લોકપ્રિય પણ થઈ છે.
સ્પર્ધામાં વિધ્નો અપાર
16th January, 2021 09:42 ISTલૂંટમાં સર્વસ્વ ગુમાવી દીધા બાદ થ્રિસુરની મહિલાએ ફરી ચિપ્સનો વ્યવસાય શરૂ કર્યો
16th January, 2021 09:36 ISTહિમાચલ પ્રદેશના કુલુમાં દીપડો માનવીઓ સાથે રમી રહ્યો છે
16th January, 2021 09:23 ISTભારતના નીલમકુમાર ખૈરેએ ૭૨ કલાક સુધી ૭૨ ઝેરી સાપો સાથે રહીને બનાવેલો અનોખો વિક્રમ
16th January, 2021 09:15 IST