દેશમાં કોઈ ભૂખ્યું ન સૂવે એવી નેમ સાથે GEO સંસ્થાએ રોટી વિતરણ શરૂ કર્યું

Published: Dec 03, 2019, 10:36 IST | Mumbai

જે હાથ ભૂખ્યાને ખવડાવે એ વિશ્વ પર રાજ કરે છે

GEO સંસ્થા
GEO સંસ્થા

૧ ડિસેમ્બરે રવિવારે અનેક દીનદુખિયાઓ અને ગરીબ નાગરિકો માટે જીઈઓ સંસ્થા ભગવાનનું રૂપ લઈને આવી હતી. જીઈઓના ડિરેક્ટરોએ પણ ભૂખ્યાજનની વહારે આવવાના આશય સાથે ખોલ્યું છે રોટી વિતરણ ઘર. કોઈ પણ નાગરિકે ભૂખ્યા પેટે સૂવું ન પડે એવો આશય અનેક દાનવીરો ધરાવતા હોય છે, પણ એની શરૂઆત ક્યાંથી કરવી. શહેરમાં કોઈ પણ વ્યક્તિને ભૂખ્યા પેટે સૂવું ન પડે એ માટે જીઈઓ સંસ્થાએ પહેલ કરી દીધી છે રવિવારે ૧ ડિસેમ્બરથી.

રાંધવામાં આવેલો ખોરાક ભૂખ્યા લોકોના પેટમાં જાય એવા ઉદ્દેશ સાથે ગુજરાતી એનરિચમેન્ટ સંસ્થાએ રોટી વિતરણ ઘર શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જે હાથ ભૂખ્યાને ખવડાવે એ વિશ્વ પર રાજ કરે છે, એવું સંસ્થાના ડિરેક્ટરોનું માનવું છે.

સાયનની જૈન સોસાયટી ખાતેથી રવિવારે શરૂ કરવામાં આવેલા રોટી વિતરણ ઘરની ઘણીબધી પાંખ ફેલાવવા માટે જીઈઓ સંસ્થા તૈયાર છે. આ રોટી વિતરણ ઘરનાં સાયનથી ડોમ્બિવલી અને ચર્ચગેટથી વિરાર દરમ્યાન વધુ ને વધુ સેન્ટરો ખોલીને ભૂખ્યા લોકોનો જઠરાગ્નિ ઠારવાનો ઉદ્દેશ છે સંસ્થાનો. દર રવિવારે જીઈઓ સવારે ૧૦.૩૦થી ૧૧.૩૦ વાગ્યા દરમ્યાન રોટલી, દાળ, ભાત, શાક જેવો ખોરાક અને મીઠાઈ તેમ જ ફરસાણ પણ સ્વીકારશે અને જરૂરિયાતમંદોને પહોંચાડવાનું કામ કરશે, શરત એટલી રહેશે કે એ ફ્રેશ હોવું જોઈએ.

GEO-01

રવિવારે આ સંસ્થાએ તેના પ્રથમ રોટી વિતરણ ઘરની શરૂઆત કરી ત્યારે સેવા આપવા માટે ૪૦ જેટલા સ્વયંસેવકો આવી પહોંચ્યા હતા. સંસ્થાના ચૅરમૅન મનીષ શાહ, ડિરેક્ટરો મહેન્દ્ર તુરખિયા, રાજેશ શાહ, ચેતન શાહ, ભાર્ગવ પટેલ, અમિત મહેતા, પ્રીતેશ હરિયા અને મીતેશ શાહે રોટી વિતરણ ઘરનો કાર્યક્રમ સફળ રહે એ માટે ભારે પ્રમાણમાં જહેમત ઉઠાવી હતી. ૧ ડિસેમ્બરે જીઈઓ સંસ્થા દ્વારા રોટી વિતરણ ઘરના યોજાયેલા કાર્યક્રમમાં દાનવીર લાયન અશોક મહેતા, જૈન અગ્રણી પ્રવીણભાઈ ગંભીરમલ શાહ, દાનવીર કિરીટભાઈ રમણલાલ શાહ અને કૉર્પોરેટર રાજશ્રીબહેન શિરવડકર જેવાં મોભીઓની ઉપસ્થિતિ હતી. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોએ બહોળા હાથે દાન પણ કર્યું હતું.

રોટી વિતરણ ઘરમાં કોઈ પણ સભ્ય જોડાઈ શકે છે અને સેવા આપી શકે છે. આ સંસ્થા દ્વારા રોટી વિતરણ ઘર ઉપરાંત કોઈ પણ જ્ઞાતિના લોકો માટે સસ્તામાં મેડિક્લેમ પૉલિસી, જૈન ભાઈઓ માટે એજ્યુકેશન લાભ સહિતની અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. હાલમાં સાયનથી શરૂ કરવામાં આવેલા રોટી વિતરણ ઘર મુંબઈના ખૂણે-ખૂણે શરૂ કરવાની ભાવના છે સંસ્થાના ડિરેક્ટરોની. બસ, સાથ જોઈએ છે તમારો. તમામ દાનવીરો આવકાર્ય છે. સંસ્થા ચેક અને રોકડમાં રકમ સ્વીકારશે. જીઈઓ સંસ્થામાં ૮૦-જી પણ અવેલેબલ છે.

ગુજરાત એનરિચમેન્ટ દ્વારા જરૂરિયાતમંદોનો જઠરાગ્નિ ઠારવા માટે રવિવારે સાયન જૈન સોસાયટીમાં રોટી ઘરની સ્થાપના કરવામાં આવી હતી. ‘તમે રોટલી આપો, અમે એ રોટલી જરિયાતમંદને પહોંચાડીશું’ના મંત્ર સાથે ઉદ્ઘાટન સમારંભના જીઈઓના ચૅરમૅન મનીષ શાહ, ડિરેક્ટર રાજેશ શાહ તેમ જ દીપિકા શાહ અને અન્ય સભ્યો હાજર રહ્યાં હતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK