થાણેના બધા મૉલની મુલાકાત ૨૨ રૂપિયામાં

Published: 25th October, 2011 19:08 IST

થાણે મ્યુનિસિપલ ટ્રાન્સર્પોટે (ટીએમટી) દિવાળીના તહેવાર નિમિત્તે થાણેવાસીઓને ‘હૉપ ઍન્ડ શૉપ’ નામની એક અનોખી ભેટ ધરી છે જેમાં તેઓ ફક્ત ૨૨ રૂપિયામાં થાણે શહેરમાં એક મૉલથી બીજા મૉલ સુધી આખો દિવસ પ્રવાસ કરી શકશે. આ યોજના હેઠળ ટીએમટીની ૨૨ ફેરી થશે.

 

આ બસના રૂટમાં થાણે શહેરના બધા જ મૉલને સાંકળી લેવામાં આવ્યા હોવાથી એને કારણે લોકોને દિવાળી દરમ્યાન સારોએવો ફાયદો થવાનો છે. ટીએમટીની આ સ્કીમ ૨૩થી ૨૯ ઑક્ટોબર સુધી દરરોજ અને ત્યાર બાદ દર રવિવારે ચાલુ રહેશે.

‘હૉપ ઍન્ડ શૉપ’ યોજનાનો પ્રસ્તાવ શુક્રવારે થાણે મ્યુનિસિપલ ટ્રાન્સર્પોટની યોજાયેલી મીટિંગમાં મંજૂર થયો હતો જેમાં પ્રવાસ માટે ૨૨ રૂપિયાની ટિકિટ એક વાર ખરીદી કર્યા બાદ દિવસભર થાણેના કોઈ પણ મૉલ સુધી એની પર પ્રવાસ કરી શકાશે, પણ આટિકિટ પર સામાન્ય બસમાં પ્રવાસ નહીં કરી શકાય. દિવાળી દરમ્યાન ૨૩થી ૨૯ ઑક્ટોબર સુધી આ સેવા સવારે ૧૧થી વાગ્યાથી રાતના ૧૧વાગ્યા સુધી ચાલશે.

મૉલ માટે ટીએમટીનો રૂટ

રૂટ નંબર ૧: વૃંદાવન સોસાયટીથી વૃંદાવન સોસાયટી રિંગ રૂટ માર્ગે-ખોપટ, હરિનિવાસ, તીન હાથ નાકા (ઇટર્નિટી મૉલ), કૉરમ મૉલ, વર્તકનગર, દેવદયાનગર, ગાંધીનગર (રિલાયન્સ મૉલ), વસંતવિહાર, ખેવરા સર્કલ (ડી-માર્ટ મૉલ), માનપાડા, કાસારવડવલી (હાઇપર સિટી મૉલ), વાઘબીળ નાકા, હીરાનંદાની સ્વસ્તિક પાર્ક, બ્રહ્માંડ, આઝાદનગર, માનપાડા લોકીમ (મૉર મેગાસ્ટોર મૉલ), સિનેવન્ડર, કાપૂરબાવડી (બિગ બઝાર), લેક સિટી મૉલ, કૅસલ મિલ, વૃંદાવન સોસાયટી.

રૂટ નંબર ૨:  વૃંદાવન સોસાયટીથી વૃંદાવન સોસાયટી રિંગ રૂટ માર્ગે-શ્રીરંગ સોસાયટી, કૅસલ મિલ, માજીવડા, બિગ બઝાર, લેક સિટી મૉલ, સિનેવન્ડર, મૉર મેગાસ્ટોર, માનપાડા, હાઇપર સિટી મૉલ, વાઘબીળ નાકા, હીરાનંદાની ઋતુ ટાવર, સ્વસ્તિક પાર્ક, બ્રહ્માંડ, આઝાદનગર, માનપાડા, ડી-માર્ટ મૉલ, વસંતવિહાર, ગાંધીનગર (રિલાયન્સ મૉલ) ઓસવાલ પાર્ક, વિવા સિટી મૉલ, કૅડબરી, કૉરમ મૉલ, નીતિન કંપની, ઇટર્નિટી મૉલ, હરિનિવાસ, વંૃદાવન સોસાયટી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK