પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈ દરરોજ કોઈ ને કોઈ રાજકીય હોબાળો સામે આવી રહ્યો છે. આ બધાની વચ્ચે બંગાળમાં એક વિડિયો વાઇરલ થતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. વાઇરલ વિડિયોમાં કલ્યાણ બૅનરજી કહી રહ્યા છે કે સીતાએ ભગવાન રામને કહ્યું કે સારું થયું મારું અપહરણ રાવણે કર્યું હતું, નહીં કે તેમના ચેલાઓએ, નહીં તો મારું હશ્ર (ભાગ્ય) પણ હાથરસ જેવું હોત.
વાત એમ છે કે ટીએમસી સંસદસભ્ય કલ્યાણ બૅનરજીનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં બૅનરજી દેવી સીતાને અપમાનજનક ભાષામાં કંઈક કહેતા દેખાઈ રહ્યા છે. હાવડાના ગોળીબારમાં બૅનરજીની વિરુદ્ધ એફઆઇઆર નોંધાયો છે. તો બીજેપીના નેતા લૉકેટ ચેટરજીએ કલ્યાણ બૅનરજીના નિવેદનની નિંદા કરી છે. તેમણે કહ્યું કે તે આપણી પરંપરા, મહાભાર, અને રામાયણનું અપમાન કરી રહ્યા છે, જેનો જવાબ તેમને ૨૦૨૧ વિધાનસભા ચૂંટણીમાં મળી જશે.
વિધાનસભા ચૂંટણી પહેલાં બંગાળમાં રાજકીય ઘમસાણ
19th January, 2021 14:18 ISTપશ્ચિમ બંગાળના દરેક નાગરિકને વિનામૂલ્ય કોરોના રસી આપવાની તૈયારી: મમતા બૅનરજી
11th January, 2021 14:26 ISTપશ્ચિમ બંગાળમાં બીજેપી ૩૦ બેઠક જીતી બતાવે
30th December, 2020 15:03 ISTAmit Shah Visit Assam: પશ્ચિમ બંગાળ બાદ 26 ડિસેમ્બરે અમિત શાહ જશે આસામ
22nd December, 2020 15:11 IST