મહિલાઓને નવો રોગ, હોઠ અને નાક થયા નાના, જાણો શું છે આખી ઘટના

Published: May 12, 2020, 17:02 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

મહિલાઓ મોટાભાગે સોશિયલ મીડિયા પર ચેલેન્જ આપતી કે લેતી જોવા મળે છે. તે કંઇક ને કંઇક નવું ટ્રેન્ડ કરાવી રહી છે. હવે તેમણે નવો પ્રયોગ #TinyFaceMakeupChallenge શરૂ થયો છે.

તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ

કોરોના વાયરસે આખા વિશ્વમાં તબાહી મચાવી છે. કોરોના સામે લડવા વિશ્વના અનેક દેશોમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકો ઘરોમાં બંધ છે અને એવામાં તે નવા-નવા પ્રયોગ કરી રહ્યા છે. મહિલાઓ મોટાભાગે સોશિયલ મીડિયા પર ચેલેન્જ આપતી કે લેતી દેખાય છે. તે કંઇક ને કંઇક નવું ટ્રેન્ડ કરાવી રહી છે. મહિલાઓએ મેકઅપનો એવો ટ્રેન્ડ શરૂ કર્યો છે જેને જોઈને તમે પણ ચોંકી ઉઠશો. સૌથી પહેલા આ તસવીરો જુઓ. આંખો મોટી અને હોઠ આટલા નાના... નાકનું તો કહેવું જ શું? તસવીર જોઇને ચોંકી ગયા ને. તમે વિચારતાં હશો કે આ કોઇક ઢિંગલીની તસવીર છે. પણ ના આ સુંદર મહિલાઓની જ તસવીરો છે જેમણે મેકઅપ દ્વારા પોતાનો ચહેરો આ રીતે બનાવ્યો છે.

#TinyFaceMakeupChallenge અંતર્ગત મહિલાઓ પોતાના મોઢાંને કવર કરીને મેકઅપ કરે છે. નાક પર જ હોઠ અને નાક બન્ને દોરી દે છે. આમ તમે આ તસવીર ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવી જશે.

હવે તમે વિચારતા હશો કે આ ચેલેન્જ સૌથી પહેલા કોણે શરૂ કરી. કોના મગજની ઉત્પત્તિ છે. તો જણાવીએ કે આ ચેલેન્જ સૌથી પહેલા Jaime French નામના મેકઅપ આર્ટિસ્ટો શરૂ કરી અને જોત-જોતાંમાં આ ટ્રેન્ડ થવા લાગ્યું.

 
 
 
View this post on Instagram

Tag an MUA who should try this! 😂 **Update** As I’ve stated over and over, I saw this makeup illusion on TIKTOK but after quite a debacle and about 409 different accusations it has now been brought to my attention that the first person to bring this illusion to social media was actually @annalingis in 2014 when she did a Yoda transformation and then again in 2017 when she turned herself into Chucky 👏🏻👏🏻 so if you want to see real talented artists check her out! 😜#makeup #bored #tinyfacemakeupchallenge #quarantinemakeup @sigmabeauty brushes, @lorealparis lumi foundation, @tartecosmetics shape tape, @makeupgeekcosmetics “so pale” eyeshadow and “Nicole” lashes, @purcosmetics bronzer, eyeliner, and mascara 💄@anastasiabeverlyhills liquid lipstick in “Saraphine” #purcosmetics #sigmabeauty #makeupgeek #lorealparis #tartecosmetics

A post shared by Jaime French (@jaime.french) onApr 29, 2020 at 8:06am PDT

હવે તમે પણ વિચારતાં હશો કે મહિલાઓ આખરે આવો મેકઅપ કરતી કેવી રીતે હશે? તો આ વીડિયો તમારી માટે જ છે, જુઓ કેવી રીતે આ મેકઅપ આર્ટિસ્ટે પોતાના ચહેરાને નાનકડો ચહેરો બનાવી દીધો છે. જો કે, મેકઅપ કરતી વખતે આ મહિલા પોતાનું હસવું અટકાવી શકતી નથી.

કોરોનાની તબાહી અને ચારેય તરફથી આવતાં ખરાબ સમાચારો દરમિયાન આ પ્રકારના ચેલેન્જ તમને હસાવી શકે છે. આથી ઘરમાં રહો. પૉઝિટીવ રહો, એ વિચારો કે એક દિવસ જીવન ફરી સામાન્ય થશે અને બધું જ સારું થઈ જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK