Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ટિકટોક પર વાયરલ થયો આ કોયડો, જવાબ ન મળ્યો તો યુવક માથુ ખંજવાળવા લાગ્યો

ટિકટોક પર વાયરલ થયો આ કોયડો, જવાબ ન મળ્યો તો યુવક માથુ ખંજવાળવા લાગ્યો

09 May, 2020 05:31 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ટિકટોક પર વાયરલ થયો આ કોયડો, જવાબ ન મળ્યો તો યુવક માથુ ખંજવાળવા લાગ્યો

વાયરલ વિડિયોમાંથી લીધેલો સ્ક્રિન શોટ

વાયરલ વિડિયોમાંથી લીધેલો સ્ક્રિન શોટ


તાજેતરમાં ટિકટોક પર એક જુનો વિડિયો બહુ વાયરલ થયો છે. અઅ વિડિયામં એક શખ્સ પૈસાના હિસાબમાં ફસાઈ ગયો છે અને પછી હિસાબ ન મળતા માથુ ખંજવાળવા લાગે છે. ટિકટોક યુર્ઝસ લોકોને પુછી રહ્યાં છે કે શૂં તમે આ કોયડો ઉકેલી શકો છો. એક રેસ્ટોરાંના બિલને ત્રણ લોકોની વચ્ચે એકસરખી રીતે વહેચવાનુ છે અને જે પાઉન્ડનો હિસાબ નથી મળી રહ્યો તે શોધવાનું કીધું છે.  

વિડિયોમાં શખ્સ નોટપેડ અણે પેન લઈને બેઠો છે, જે પોતે જ બ્રેન ટીઝરને સોલ્વ કરવાની કોશિશ કરે છે. પછી કહે છે કે, ઠીક છે, કોઈ મને સમજાવી શકે છે, કારણકે મને હજી સુધી જવાબ નથી મળ્યો.



કોયડામાં એવું છે કે, ત્રણ મિત્રો હોટલમાં જમવા જાય છે. જમવાનું જમ્યા પછી ત્રણેય જણે વેટરને 10-10 પાઉન્ડ આપ્યા. પરંતુ બિલ 25 પાઉન્ડ જ હતું. પાચ પાઉન્ડમાંથી ત્રણેયે એક-એક પાઉન્ડ લીધા અને બે પાઉન્ડ વેટરને ટીપ આપી. તેમણે ફરી આ બાબત સમજાવવાની કોશિશ કરી અને ગુંચવાઈ ગયા. આગળ કહ્યું કે, એટલે ત્રણે જણે નવ નવ પાઉન્ડ આપ્યા. જે કુલ 27 થાય અને બે પાઉન્ડ વેટરને એટલે કુલ 29 પાઉન્ડ થયા તો પછી બાકી રહેલો 1 પાઉન્ડ ગયો ક્યાં? કોઈ મને કહી શકે કે એ એક પાઉન્ડ ગયો ક્યાં? પ્લીઝ કોઈ મને જવાબ આપો.


@slightlyunusual_

RIDDLE ##foryou ##foryourpage ##fu ##f ##dailylook ##riddle ##riddlechallenge ##riddletime ##riddles ##how ##mychampion ##impossible ##makeitlegendary ##uktalent

♬ original sound - slightlyunusual_

આ વિડિયોને ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધી 1.6 મિલિયન વ્યુઝ મળ્યા છે. પરંતુ હજી સુધી કોઈ તેને સોલ્વ કરી શક્યું નથી. આમ જાવ જઈએ તો, આ બ્રેઈન ટીઝરનું શબ્દાંકન જ એવું છે જે લોકોને ભ્રમિત કરી દે. તર્કમાં ત્રુટી જેવું છે. એમ કહી શકાય કે વેટરને ટીફ અપાવા સાથે ટોટલ બિલ 27 પાઉન્ડ થયું છે અને ત્રણેયે એક એક પાઉન્ડ પોતાની પાસે રાખ્યો એટલે ક્યાંથી પણ એકેય પાઉન્ડ બચ્યો જ નથી.

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2020 05:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK