રાજકોટ : આજી રીંગ રોડ પર મોડી રાત્રે 3 મજુરો લુટી અજાણ્યા 3 શખ્શો ફરાર

Published: Jun 07, 2019, 15:54 IST | રાજકોટ

આજી રીંગ રોડ પર જય સિયારામ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસે રાત્રીના સાડા અગિયારેક વાગ્યે 3 લૂંટારૂઓએ કારખાનેથી છુટીને ઘર તરફ જઇ રહેલા ત્રણ કારીગર યુવાનોને આંતરી રોકડઅને મોબાઇલ જે હોય તે આપી દેવા કહી છરીથી ઘાયલ કરતાં ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાય

પ્રતિકાત્મક ફોટો
પ્રતિકાત્મક ફોટો

આજી રીંગ રોડ પર જય સિયારામ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસે રાત્રીના સાડા અગિયારેક વાગ્યે ત્રણ લૂંટારૂઓએ કારખાનેથી છુટીને ઘર તરફ જઇ રહેલા ત્રણ કારીગર યુવાનોને આંતરી રોકડઅને મોબાઇલ જે હોય તે આપી દેવા કહી ધોલધપાટ કરી છરીથી ઘાયલ કરતાં ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આજીડેમ ચોકડીથી આગળ કોઠારીયા ચોકડી તરફ રાધા મીરા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા કારખાનામાં કામ કરતો રાકેશ દિનેશભાઇ ચૌહાણ (ઉ.૧૯), અરવિંદ રાજેશભાઇ ચૌહાણ (ઉ.૧૭) તથા ગોવિંદ ભરતભાઇ તવક (ઉ.૧૮) રાત્રીના સાડા અગિયાર વાગ્યા આસપાસ કારખાનેથી કામ પુરૂ કરી ઘર તરફ જવા નીકળ્યા હતા. આ સમયે રસ્તામાં જય સિયારામ ઇન્ડસ્ટ્રીઝ પાસે ત્રણેયને બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ત્રણેયને આંતરી પૈસા, ફોન જે હોય તે આપી દેવા કહી ઝપાઝપી કરતાં આ ત્રણેય કારીગરોએ પણ સામનો કરતાં ત્રણેયને ઢીકા-પાટુ મારી છરીથી ઘાયલ કરી દીધા હતાં.

આ પણ જુઓ : રાજકોટઃ 51 ફૂટના તિરંગા સાથે નીકળી હનુમાન જયંતીની શોભાયાત્રા

ત્રણેય કારીગરોએ દેકારો કરતાં બીજા લોકો દોડી આવતાં ત્રણેય શખ્સો ભાગી ગયા હતાં. રાકેશને પગે
, અરવિંદને હાથમાં અને ગોવિંદને છાતીમાં છરીના છરકા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહ ચૌહાણે થોરાળા પોલીસને જાણ કરતાં એએસઆઇ મગનભાઇ પાંડવે રાકેશ ચૌહાણની ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો છે. ત્રણ શખ્સોએ વાત કરવા મોબાઇલ માંગતા ન આપતાં મારકુટ કર્યાનું અને છરીથી હુમલો કરી પોતાને તથા સાહેદોને ઘાયલ કર્યાનું ફરિયાદમાં નોંધાયું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK