ત્રણ કસોટી - લાઇફ કા ફન્ડા

Published: 26th October, 2020 20:26 IST | Heta Bhushan | Mumbai

સૉક્રેટિસ પાસે એક પરિચિત આવ્યા અને આવતાં જ કહેવા લાગ્યા, ‘મેં તમારા ખાસ મિત્ર વિશે જે વાત સાંભળી છે એ તમારે જાણવી જોઈએ...’

સૉક્રેટિસે પરિચિતને અટકાવતાં કહ્યું, ‘એક મિનિટ, કોઈ પણ વાત સાંભળતાં પહેલાં હું એને ત્રણ કસોટીમાંથી પસાર કરું છું અને જો એ વાત ત્રણે કસોટીમાંથી પસાર થઈ જાય તો જ હું એ સાંભળું છું.
સૉક્રેટિસે પરિચિતને અટકાવતાં કહ્યું, ‘એક મિનિટ, કોઈ પણ વાત સાંભળતાં પહેલાં હું એને ત્રણ કસોટીમાંથી પસાર કરું છું અને જો એ વાત ત્રણે કસોટીમાંથી પસાર થઈ જાય તો જ હું એ સાંભળું છું.

સૉક્રેટિસ પાસે એક પરિચિત આવ્યા અને આવતાં જ કહેવા લાગ્યા, ‘મેં તમારા ખાસ મિત્ર વિશે જે વાત સાંભળી છે એ તમારે જાણવી જોઈએ...’
હજી તેઓ કઈક આગળ બોલે એ પહેલાં જ સૉક્રેટિસે પરિચિતને અટકાવતાં કહ્યું, ‘એક મિનિટ, કોઈ પણ વાત સાંભળતાં પહેલાં હું એને ત્રણ કસોટીમાંથી પસાર કરું છું અને જો એ વાત ત્રણે કસોટીમાંથી પસાર થઈ જાય તો જ હું એ સાંભળું છું. જુઓ પહેલી કસોટી છે કે શું તમે મને જે વાત કહેવા માગો છો એ સંપૂર્ણપણે સત્ય છે? જો તમે દાવાથી કહી શકો કે એ વાત સાચી છે તો જ હું સાંભળીશ.’
પેલા પરિચિત જરા થોથવાયા અને બોલ્યા, ‘મેં આ વાત સાંભળી છે એ સંપૂર્ણ સાચી છે કે નહીં એ હું દાવા સાથે તો નહીં કહી શકું.’
સૉક્રેટિસ હસ્યા અને આગળ બોલ્યા, ‘ચાલો, તો તો આ સત્યની કસોટી પર તમારી વાત સાચી નથી એટલે હું વાત તો નહીં સાંભળી શકું. ચાલો, હવે બીજી કસોટી પર તમારી વાતને ચકાસીએ. બીજી કસોટી છે ‘ભલાઈની કસોટી’. શું આ મારા મિત્ર વિશેની વાત મને કહેવાથી મારું કે તમારું કે મારા મિત્રનું કે અન્ય કોઈનું ભલું થવાનું છે કે કોઈ સારી વાત છે?’
પરિચિત બોલ્યા, ‘અરે ના, સારી વાત તો નથી...’
સૉક્રેટિસે તેમને ત્યાં જ અટકાવ્યા અને કહ્યું, ‘વાત સારી ન હોય તો તમારો કહેવાનો અને મારો સાંભળવાનો કોઈ અર્થ નથી. બીજી કસોટી અનુસાર પણ હું તમારી વાત સાંભળી નહીં શકું અને ત્રીજી કસોટી છે ‘ઉપયોગીતાની કસોટી’. શું તમે જે વાત મને કહેવા માગો છો એ કોઈને પણ ઉપયોગી છે?’
પરિચિત મુંઝાયા અને બોલ્યા,
‘ના, આ વાત એમ તો કોઈને ઉપયોગી નથી.’
સૉક્રેટિસ હસ્યા અને બોલ્યા, ‘જો તમારી વાત ત્રીજી કસોટી પણ પાર નથી કરતી એટલે હું એ સાંભળી શકું એમ નથી. તમારી વાત સાચી છે કે નહીં એ તમે બરાબર જાણતા નથી, તમારી વાત કોઈના ભલા માટે નથી અને તમારી વાત કોઈને ઉપયોગી પણ નથી તો પછી એ કહેવામાં તમે શું કામ તમારો સમય પણ બરબાદ કરો છો અને શા માટે એ વાત સાંભળીને હું મારો સમય બરબાદ કરું.’સૉક્રેટિસે પરિચિતને કડક રીતે સમજાવ્યું કે બીજા વિશે સાંભળેલી નકારાત્મક વાતો અન્યને કહેવી અને નકારાત્મકતા ફેલાવવી ખોટું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK