Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોરોના વાઇરસ મુંબઈ પહોંચ્યો?

કોરોના વાઇરસ મુંબઈ પહોંચ્યો?

25 January, 2020 07:48 AM IST | Mumbai

કોરોના વાઇરસ મુંબઈ પહોંચ્યો?

કોરોના વાઇરસ

કોરોના વાઇરસ


ચીન જઈ આવેલા ત્રણ જણને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાની શક્યતા તપાસવા તેમને મુંબઈની હૉસ્પિટલમાં નિગરાની હેઠળ રાખવામાં આવ્યા છે. ૧૯ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ ખાતે ૧૭૮૯ મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. એમાંથી ચીન જઈ આવેલા તથા અન્ય ત્રણ મુસાફરોને સાવચેતી માટે મુંબઈ મહાનગરપાલિકાની કસ્તુરબા હૉસ્પિટલમાં ડૉક્ટરોની નિગરાણીમાં રાખવામાં આવ્યા છે. ચીનના હુબેઇ પ્રાંતના પાટનગર વુહાનમાં કોરોના વાઇરસના ઇન્ફેક્શનનો પ્રથમ કેસ નોંધાયો હતો. વાઇરસ ઇન્ફેશનના નિદાન અને સારવાર માટે ક્વૉરેન્ટાઇન ફૅસિલિટી સાથે એકાંત ધરાવતા આઇસોલેશન વૉર્ડ મુંબઈની કસ્તુરબા હૉસ્પિટલ અને પુણેની નાયડુ હૉસ્પિટલમાં તૈયાર રાખવામાં આવ્યા છે.

મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘થર્મલ સ્ક્રીનિંગમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય એવા એક પણ દરદી મળ્યા નથી. છેલ્લા ૧૪ દિવસમાં ચીનના વુહાન શહેરનો પ્રવાસ કરીને આવેલા મુસાફરોમાંથી એક પણ મુસાફર કોરોના વાઇરસના ચેપના ટેસ્ટમાં પૉઝિટિવ જણાયો નથી.’

મુંબઈ મહાનગરપાલિકાના કાર્યકારી આરોગ્ય અધિકારી ડૉ. પદ્‍મજા કેસકરે જણાવ્યું હતું કે ‘વાઇરસ ઇન્ફેક્શન ધરાવતા દરદીઓના નિદાન અને સારવાર માટે ક્વૉરેન્ટાઇન ફૅસિલિટી સાથે એકાંત ધરાવતો આઇસોલેશન વૉર્ડ બનાવવામાં આવ્યો છે. સાધારણ ખાંસી અને શરદીનાં લક્ષણ ધરાવતા ત્રણ જણને નિગરાણીમાં રાખવામાં આવ્યા છે. મુંબઈના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરના ડૉક્ટરોને ચીનથી આવતા મુસાફરોમાં કોરોના વાઇરસના ચેપનાં લક્ષણો જણાય તો તેમને કસ્તુરબા હૉસ્પિટલના આઇસોલેશન વૉર્ડમાં મોકલવાનું જણાવવામાં આવ્યું છે. કોઈ પણ દરદીમાં કોરોના વાઇરસના ચેપનાં લક્ષણ જણાય તો તેમને કસ્તુરબા હૉસ્પિટલમાં મોકલવાની સૂચના મુંબઈના પ્રાઇવેટ ડૉક્ટર્સને આપવામાં આવી છે. કોરોના વાઇરસના ઇન્ફેક્શનવાળા દરદીઓની સારવાર બાબતે મહારાષ્ટ્ર સરકાર તરફથી કસ્તુરબા હૉસ્પિટલને વિગતવાર સૂચના મોકલવામાં આવી છે.’



સંયુક્ત રાષ્ટ્રસંઘના નેજા હેઠળના વિશ્વ આરોગ્ય સંગઠને આપેલી માહિતી પ્રમાણે કોરોના વાઇરસના ચેપથી સામાન્ય શરદીથી લઈને ઍક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રૉમ જેવી શ્વસનતંત્રની બીમારીઓની શક્યતા છે. હાંફ ચડવી, શ્વાસ લેવામાં મુશ્કેલી વગેરે વ્યાધિઓ આ વાઇરસના ચેપથી થાય છે. રાજ્ય સરકારના આરોગ્ય ખાતાના સર્વેલન્સ ઑફિસર ડૉ. પ્રદીપ આવટેએ જણાવ્યું હતું કે ‘કોરોના વાઇરસના ઇન્ફેક્શનના કેસ મુખ્યત્વે ચીનમાં નોંધાયા છે. એ ઉપરાંત દક્ષિણ કોરિયા, જપાન, થાઇલૅન્ડ અને અમેરિકામાં પણ છૂટાછવાયા કેસ નોંધાયા છે. મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે પુણેના ત્રણ અને મુંબઈના ત્રણ મુસાફરોના વધુ મેડિકલ એક્ઝામિનેશનની વિધિ કરવામાં આવી હતી. એમાંથી ચાર જણ સ્વસ્થ હતા અને બે જણને સાધારણ શરદી-ખાંસી હોવાથી મુંબઈની કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને ડૉક્ટરોની નિગરાણીમાં રાખવામાં આવ્યા છે. કોરોના વાઇરસ ઇન્ફેક્શનના દરદીઓ જે દેશોમાં મળ્યા છે ત્યાંથી આવેલા દરેક મુસાફરને તપાસવાની કાર્યવાહી આવતા ૨૮ દિવસ સુધી ચાલતી રહેશે.’


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2020 07:48 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK