થાણેમાં સગીર બાળકી પર બળાત્કાર ગુજારનાર ત્રણ વ્યક્તિને પાંચ વર્ષની સખત કેદની સજા

Published: 7th January, 2021 11:39 IST | Gujarati Mid-day Correspondent | Thane

ચોથી જાન્યુઆરીએ પસાર કરવામાં આવેલા આ આદેશની કોપી મંગળવારે ઉપલબ્ધ કરવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

થાણેમાં સ્પેશ્યલ પોકસો કોર્ટે ૨૦૧૪માં સગીર બાળકીનો બળાત્કાર કરનાર ત્રણ વ્યક્તિને પાંચ વર્ષની સખત કેદની સજા ફરમાવી હતી. ચોથી જાન્યુઆરીએ પસાર કરવામાં આવેલા આ આદેશની કોપી મંગળવારે ઉપલબ્ધ કરવામાં આવી હતી.

જજ એસ. પી. ગોંધાળકરે આઇપીસી અને પોકસો અૅક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ ત્રણે આરોપીઓને સજા ફરમાવી હતી તેમ જ તેમને પ્રત્યેકને ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જવલા મોહોલકરે કોર્ટમાં જણાવ્યું હતું કે ૨૦૧૪ની ૧૪ એપ્રિલે ૧૫ વર્ષ (તે સમયે)ની આરોપી કળવા ખાતે વાઘોબાનગર સ્થિત તેના ઘરની નજીકમાં કુદરતી હાજતે ગઈ હતી તે સમયે આરોપીઓ મોં પર રૂમાલ દબાવી તેને બેહોશ કરી ખેંચીને નજીકની ઝાડીઓમાં લઈ ગયાં હતાં, જ્યાં તેના પર વારાફરતી બળાત્કાર કર્યો હતો.

પીડિતાની ફરિયાદના આધારે કળવા પોલીસે કેસ નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK