રાજકોટ : ચુંટણી માહોલમાં કુવાડવા રોડ પરથી 8 લાખ રોકડ સાથે ત્રણી ધરપકડ

રાજકોટ | Apr 13, 2019, 08:34 IST

રાજકોટમાં શુક્રવારે કુવાડવા રોડ પાસે એક કારમાં 8 લાખની રોકડ રકમ સાથે ત્રણ શખ્શોની અટકાયત કરી હતી.

રાજકોટ : ચુંટણી માહોલમાં કુવાડવા રોડ પરથી 8 લાખ રોકડ સાથે ત્રણી ધરપકડ
ભારતીય નાણા

રાજ્યભરમાં ચુંટણીને ધ્યાને રાખીને રોકડની હેરાફેરી પર સઘમ ચેકીંગ થઇ રહ્યું છે. આ ચેકીંગ દરમ્યાન રાજકોટમાં શુક્રવારે કુવાડવા રોડ પાસે એક કારમાં 8 લાખની રોકડ રકમ સાથે ત્રણ શખ્શોની અટકાયત કરી હતી. અટકાયત બાદ તેમની પુછપરછ દરમ્યાન તપાસ ટીમ સાથે માથાકુટ કરી રોકડ રકમ ભરેલો થેલો લઇને ભાગી ગયા હતા. જોકે પોલીસે તેમનો પીછો કરી આ ત્રણેયની ધરપકડ કરી હતી.

શું હતી સમગ્ર ઘટના
લોકસભાની ચૂંટણી અનુસંધાને રોકડની હેરાફેરી ન થાય તે માટે રાજ્યભરમાં સ્ટેસ્ટિક ટીમની રચના કરવામાં આવી છે. પોલીસ અને સ્ટેસ્ટિક ટીમે અલગ અલગ સ્થળોએ ચેકપોસ્ટ ઉભી કરી ચેકિંગ શરૂ કર્યું છે. ત્યારે ગઈકાલે રાજતોટમાં કુવાડવા રોડ પર સ્કોર્પિયોમાં 8 લાખની રોકડ સાથે ત્રણ ભરવાડ શખસોને અટકાવ્યા હતા અને આ બાબતે ભરવાડ શખસોએ સ્ટેટસ્ટિક ટીમ સાથે માથાકૂટ કરી રોકડ ભરેલો થેલો લઈ ભાગી ગયા હતા જે અંગે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયા બાદ ત્રણેયની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. આ બનાવ અંગે ક્રિષ્ના પાર્ક બ્લોક નં.235, પુષ્કરધામ મેઈન રોડ પર રહેતા અને સ્ટેટસ્ટિક ટીમમાં ફરજ બજાવતા રત્નાભાઈ રવજીભાઈ વરસાણીની ફરિયાદના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે પેટ્રોલ પપં ધરાવતાં ગુંદાળા ગામે રહેતા જગદીશ રતાભાઈ ગમારા, નારણ વેલાભાઈ ગમારા અને કુવાડવા રોડ પર સરદાર પટેલ કોલોનીમાં રહેતા વિરમ ગેલાભાઈ ગમારા સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો હતો અને પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : રાજકોટ : સરકારી કર્મચારીઓ માટે આજે પોસ્ટલ બેલેટથી મતદાનની શરૂઆત થઇ

10.25 લાખ રોકડ પોલીસ હવાલે : સમગ્ર પ્રકરણ ઇન્કમટેકસના હવાલે મુકાયું

લોધીકા તાલુકાના ખીરસરા ગામ નજીક ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. અહીંથી પસાર થતાં પરેશ કરશનભાઈ રોલડિયા નામના શખસ પાસેથી રૂા.10,25,500 ની રોકડ રકમ મળી આવતાં તે જ કરવામાં આવી છે અને આ સમગ્ર પ્રકરણ ઈન્કમટેકસના હવાલે કરવામાં આવી છે. લોધીકા તાલુકાના ખીરસરા ગામની ચેકપોસ્ટ પાસેથી પરેશ કરશન રોલડિયા પસાર થતાં હતા ત્યારે પોલીસ અધિકારી સજનસિંહ રાણાએ તેને અટકાવી તલાશી લેતાં રૂા.10,25,500 ની રોકડ મળી આવી હતી. આ રોકડ કયાથી આવી અને શું ઉપયોગમાં લેવાની હતી તે સંદર્ભે કોઈ યોગ્ય ખુલાસો પરેશ રોલડિયા ન કરી શકતાં આ રકમ જ કરીને ઈન્કમટેકસના અધિકારી પ્રદીપસિંહ સતાવતને હવાલે કરવામાં આવી છે. આ સંદર્ભે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને તે પુરી થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK