સગીર વયની કન્યા પર બળાત્કારના ત્રણ બનાવ

Published: 27th October, 2012 05:49 IST

શહેરમાં સગીર વયની કન્યાઓ પર બળાત્કારના ત્રણ કેસો બન્યા હતા, જેમાંથી એક ચેમ્બુરમાં તો બે કેસ કાંદિવલીના સમતાનગરમાં બન્યા હતા.


ત્રણેય બનાવોમાં આરોપીની ધરપકડ કરીને પોલીસ-રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પહેલા બનાવમાં ચેમ્બુરના ઇન્દિરાનગરમાં રહેતી ૮ વર્ષની બાળકી પર તેના જ વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષના આરોપી કેશવ ખંડારેએ એકાંત સ્થળે લઈ જઈને તેના પર બળાત્કાર કર્યો હતો. ત્યાર બાદ બાળકીને ઘરે પણ છોડી ગયો હતો. બાળકીએ સમગ્ર વાત પોતાના પેરન્ટ્સને કહેતાં આરોપીને ધરપકડ કરવામાં આવી છે.

બીજા બનાવમાં સમતાનગરમાં રહેતા ૪૦ વર્ષના રાજા શેખે પોતાની પડોશમાં રહેતી ૧૧ વર્ષની બાળકીને ઘરે મીઠાઈ આપવાની લાલચે બોલાવીને તેની ઉપર બળાત્કાર કર્યો હતો. બળાત્કાર બાદ આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો, પરંતુ પોલીસે તેને કુર્લા સ્ટેશનથી પકડી પાડ્યો હતો. ત્રીજા બનાવમાં ૧૩ વર્ષની ટીનેજર યુવતી પર તેના પિતાના મિત્રએ જ વારંવાર બળાત્કાર કર્યો હતો. યુવતીના પિતા તેમ જ તેનો મિત્ર દિલ્હી તેમ જ મુંબઈમાં ઑનલાઇન લૉટરીની છેતરપિંડીની કેસમાં ભાગતા ફરતા હતા. પોલીસથી પકડાઈ જવાના બીકે પોતાની દીકરીને પણ મુંબઈમાં રહેતા મિત્રના ઘરે મૂકી જઈને તેના પિતા દિલ્હી પરત ફરી ગયા હતા, પરંતુ પિતાના મિત્રએ યુવતી પર વારંવાર બળાત્કાર કર્યો હતો. છેતરપિંડીના કેસમાં મુંબઈમાં રહેતા મિત્રની પોલીસે ધરપકડ કરતાં ટીનેજર યુવતીને તેની માતાના ઘરે મોકલવામાં આવતાં સમગ્ર વાતનો પર્દાફાશ કર્યો હતો. આરોપી વિરુદ્ધ સમતાનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK