(મિડ-ડે પ્રતિનિધિ) થાણેમાં કલ્યાણ-ડોમ્બિવલી માર્ગ પર ગઈ કાલે સવારે સાડાદસ વાગ્યે એક સ્કૂટર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં પતિ-પત્ની અને પુત્રીનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે તેમનો બે વર્ષનો દીકરો બચી ગયો હતો.
થાણેના માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યા મુજબ ગઈ કાલે સવારે ૧૦.૩૦ વાગ્યે ૩૫ વર્ષના ગણેશ ચૌધરી, ૩૦ વર્ષની પત્ની ઊર્મિલા, પાંચ વર્ષની પુત્રી હંશિકા અને બે વર્ષના પુત્ર ઓમ સાથે ઍક્ટિવા સ્કૂટર પર કલ્યાણ-ડોમ્બિવલી તરફ જઈ રહ્યાં હતાં. આ પરિવાર ખંબાલપાડાના તાતા પાવર હાઉસ જંક્શન પાસે પહોંચ્યો ત્યારે સ્કૂટર ચલાવી રહેલા ગણેશે રસ્તામાં આગળ જઈ રહેલા ડમ્પરને જમણી બાજુએથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો એ વખતે તેણે સ્કૂટર પરથી નિયંત્રણ ગુમાવતાં સ્કૂટર ડમ્પરના આગળના જમણી તરફના ટાયર સાથે ભટકાયું હતું. ત્યાર બાદ સ્કૂટર સાથે બધાં પડી જતાં ડમ્પરના પાછળના ટાયર નીચે કચડાઈ ગયાં હતાં.
આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન
માનપાડાના સિનિયર ઇન્સ્પેક્ટર દાદાહરિ ચોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કરુણ ઘટનામાં ગણેશ, તેની પત્ની ઊર્મિલા અને પુત્રી હંશિકાનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં, જ્યારે બે વર્ષનો યશ બચી ગયો હતો. તેને નજીકની શાસ્ત્રીનગર હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. અકસ્માતના આ મામલામાં અમે ડમ્પર જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.’
આરેનું એક વૃક્ષ કાપવા માટે ૧૩,૪૩૪ રૂપિયાનો ખર્ચ કરાયો
Dec 15, 2019, 13:28 ISTક્રિસમસ દરમ્યાન 26 ડિસેમ્બરે મુંબઈગરાઓ આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ જોઈ શકશે
Dec 14, 2019, 11:04 ISTઉલ્હાસનગરની મહિલાનો મંત્રાલયમાં આત્મહત્યાનો પ્રયાસ
Dec 14, 2019, 10:55 ISTમાહિમ સૂટકેસ મામલો : માનવ અવયવ ભરેલી ત્રીજી બૅગ મળી
Dec 14, 2019, 10:46 IST