કઈ રીતે હોઠ રંગવા એનો વિડિયો બનાવીને મેકઅપ વેચે છે આ ફુટડો જુવાનિયો

Published: May 16, 2020, 11:32 IST | Mumbai Correspondence | Mumbai Desk

આ છે ચીનનો લિપસ્ટિક-કિંગ : કઈ રીતે હોઠ રંગવા એનો વિડિયો બનાવીને મેકઅપ વેચે છે આ ફુટડો જુવાનિયો

લી જિયાકી
લી જિયાકી

૨૭ વર્ષનો લી જિયાકી આમ તો મેકઅપનો સામાન વેચે છે, પણ તેના હટકે અંદાજને કારણે ચીનમાં તે સક્સેસફુલ ઑનલાઇન પર્સનાલિટી પણ ગણાય છે. ખાસ કરીને લિપસ્ટિકની લક્ઝરી બ્રૅન્ડ્સ વેચવાનું કામ તેનું છે. આ વેચવા માટે તે જાતે પોતાના હોઠ પર લિપસ્ટિક લગાવે છે એને કારણે તે કિંગ ઑૅફ લિપસ્ટિક્સ અને આયર્ન લિપ્સ જેવા હુલામણા નામે પણ ઓળખાય છે. સુપરસ્ટાર બ્યુટી વ્લૉગરના ઘણા ચાહકો અને પ્રશંસકો છે. ટિકટૉકની ચીની વર્ઝન ડોયિન પર ચાર કરોડ તથા અન્ય સોશ્યલ નેટવર્ક્સ પર લાખો ચાહકો ધરાવતો લી જિયાકી પ્રમોટ કરવા માટે જે પ્રોડક્ટ પસંદ કરે એ ઇન્સ્ટન્ટ હિટ સાબિત થાય છે. અનેક કંપનીઓ તેના પ્રોડક્ટ્સ પ્રમોટ કરાવવા લી જિયાકીને એન્ગેજ કરવા પ્રયત્ન કરે છે, પરંતુ લી જિયાકી તેનું કાર્ય ફક્ત મેકઅપની આઇટમ્સ અને ખાસ કરીને લિપસ્ટિક્સ પૂરતું મર્યાદિત રાખે છે. બજારમાં અનેક ફીમેલ બ્યુટી વ્લૉગર્સની સરખામણીમાં લીભાઈ ઘણા આગળ છે. તેનો પ્રભાવ એટલોબધો છે કે તે કોઈ પ્રોડક્ટ વિશે નકારાત્મક અભિપ્રાય આપે તો એના વેચાણ પર પણ માઠી અસર થાય છે. એ ૭થી ૮ કલાકના વિધાઉટ બ્રેક સિંગલ સેશનમાં સેંકડો લિપસ્ટિક્સ ટ્રાય કરીને એનો રિવ્યુ આપે છે. દિવસમાં ૩૮૦ લિપસ્ટિક્સ ટેસ્ટ કરવાનો લી જિયાકીનો દાવો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK