આ સાબુ તમને વારંવાર હાથ ધોવા પ્રેરશે

Published: Mar 30, 2020, 08:59 IST | Mumbai Desk

તમને કોવિડ-૧૯નો રોગચાળો દૂર રાખવા માટે વારંવાર હાથ ધોવો જોઈએ એવી પ્રેરણા નથી મળતી તો આ સાબુ તમને જરૂર વારંવાર હાથ ધોવાની પ્રેરણા આપી શકે છે.

અત્યારના સમયે જ્યારે હાથ ધોતા રહેવુ એ જીવતા રહેવા માટે અત્યંત આવશ્યક બની ગયું છે, ત્યારે ઍક્રેલિક સાબુમાં સુંદર કન્યા છુપાયેલી હોય તો એ ખૂબ જ આકર્ષણ જન્માવે છે. જો તમને કોવિડ-૧૯નો રોગચાળો દૂર રાખવા માટે વારંવાર હાથ ધોવો જોઈએ એવી પ્રેરણા નથી મળતી તો આ સાબુ તમને જરૂર વારંવાર હાથ ધોવાની પ્રેરણા આપી શકે છે.

હૉટ અને સેક્સી સુંદરની કલ્પના કરતા યુવાનો માટે આ સાબુમાં લોકપ્રિય મોબાઇલ ગેમ્સની મહિલા પાત્રોની નાનીશી પ્રતિકૃતિ છુપાવાઈ છે, જે આ સાબુને વિશિષ્ટ બનાવે છે.આ સાબુ જેમ-જેમ વપરાતો જાય એમ એની અંદરની નાનીશી પ્રતિકૃતિઓ બહાર આવવા માંડશે. આમ જો તમારે આ પ્રતિકૃતિઓને આખી જોવી હોય તો વધુ વાર હાથ ધોતા રહો. કોરોના વાઇરસને દૂર રાખવા માટેનો આનાથી સારો વિકલ્પ બીજો કયો હોઈ શકે.

આઍક્રેલિક સાબુ ત્રણ વિવિધ સ્ત્રીપાત્રોની પ્રતિકૃતિ ધરાવે છે. પૂર્ણપણે અપારદર્શી આ સાબુ જેમ-જેમ વપરાતો જાય એમ પારદર્શી બનતો જાય છે અને એમાંની સ્ત્રીપાત્રોની પ્રતિકૃતિ સ્પષ્ટ થતી જાય છે અને આખો સાબુ વપરાઈ ગયા પછી જ આ પ્રતિકૃતિ સાબુમાંથી છૂટી પડે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK