Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > 21 વર્ષ બાદ પ્રજાસત્તાક દિવસે પડી આટલી ઠંડી

21 વર્ષ બાદ પ્રજાસત્તાક દિવસે પડી આટલી ઠંડી

27 January, 2021 09:20 AM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

21 વર્ષ બાદ પ્રજાસત્તાક દિવસે પડી આટલી ઠંડી

ફાઈલ તસવીર (તસવીર સૌજન્ય: જાગરણ)

ફાઈલ તસવીર (તસવીર સૌજન્ય: જાગરણ)


પર્વતો પર થઈ રહેલી સતત બરફવર્ષાની વચ્ચે દેશભરમાં તીવ્ર શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં પણ દેશમાં ઠંડી પડી રહી છે. મંગળવારથી ફરી એકવાર શીત લહેર શરૂ થઈ ગઈ છે. આ પ્રજાસત્તાક દિવસ 21 વર્ષમાં સૌથી ઠંડો રહ્યો હોવાનું નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શીત લહેરનો આ તબક્કો આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે. મંગળવારે આકાશ સ્પષ્ટ હતું, પરંતુ સવારથી ઠંડી હવા ચાલુ હતી. જોકે, દિવસભર હળવો તડકો હતો પરંતુ ઠંડીમાંથી રાહત નહોતી મળી. સાંજ પડતા દેશના અનેક રાજ્યોમાં ઠંડી વધી ઘઈ હતી. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ વગેરેનો સમાવેશ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી નીચે 20.4 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં સાત ડિગ્રી નીચે 2.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તમને જણાવી દઈએ કે 2000 પછી પ્રજાસત્તાક દિવસનું આ સૌથી નીચું લઘુતમ તાપમાન હતું. જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયા સુધીમાં તાપમાનમાં વધારો થવાનું શરૂ થાય છે. અગાઉ વર્ષ 2008માં પ્રજાસત્તાક દિવસનું લઘુત્તમ તાપમાન 4.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વર્ષ 2009, 2010, 2014 અને 2018 માં પણ આ દિવસે ગાઢ ધુમ્મસ છવાયું હતું જ્યારે વર્ષ 2015 અને 2017માં વરસાદ પડ્યો હતો. પ્રજાસત્તાક દિવસ પર હવામાન સાફ રહ્યું હોય તેવું આ સતત ત્રીજું વર્ષ છે.



સ્કાયમેટ વેધરના મુખ્ય હવામાન શાસ્ત્રી મહેશ પલાવતના જણાવ્યા અનુસાર, લા નીનાના પ્રભાવથી આ પહેલેથી જ જાણ કરવામાં આવી છે કે શિયાળાની સીઝન આ વર્ષે પ્રમાણમાં લાંબી રહેશે. આ જ કારણ છે કે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં ઠંડી ચાલુ છે. પવનની દિશા હાલમાં વાયવ્ય દિશામાં દોડી રહી છે. આ સાથે પશ્ચિમ હિમાલયના હિમવર્ષાની અસર પણ દિલ્હી સુધી પહોંચી રહી છે. આ પ્રકારની  સ્થિતિમાં આવી જ ઠંડી આ અઠવાડિયે પણ રહેશે. બુધવારે પણ આવું જ હવામાન રહેશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 21 અને ત્રણ ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

27 January, 2021 09:20 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK