14 પગવાળા આ વંદાને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો

Published: 20th July, 2020 18:26 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

હિંદ મહાસાગરમાંથી પ્રથમ વખત મળ્યો અલગ પ્રજાતિનો દરિયાઈ વંદો

તસવીર સૌજન્ય: ટ્વીટર
તસવીર સૌજન્ય: ટ્વીટર

વિશ્વમાં અસંખ્ય દરિયાઈ જીવો છે. તેમાંથી કેટલાકની હજી સુધી શોધ પણ નથી થઈ. તાજેતરમાં જ હિંદ મહારાગરમાંથી વંદા જેવો દેખાતો એક દરિયાઈ જીવ મળી આવ્યો છે. જેના 14 પગ છે અને વંદા કરતાં તે કદમાં અનેકગણો મોટો છે.

cockroach

જમીન પર ચાલતા વંદાના છ પગ હોય છે. જ્યારે હિંદ મહાસાગરમાંથી મળેલા આ વંદાના 14 પગ છે. સિંગાપોરના સંશોધનકારોએ હિંદ મહાસાગરમાંથી પ્રથમ વખત આ અનોખી પ્રજાતિનો દરિયાઇ વંદો શોધી કાઢ્યો છે. જેને 'જાયન્ટ સી કોકરોચ' અથવા 'ડીપ સી કોકરોચ' કહેવામાં આવે છે. આ 14 પગવાળા દરિયાઈ વંદાનું જૈવિક નામ બાથિનોમસ રક્સાસા(Bathynomus Raksasa) છે. આ કોકરોચને વર્ષ 2018માં ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવામાં બાનટેન કિનારે જોવામાં આવ્યો હતો. તે પછી તે ક્યારેય દેખાયો નહોતો અને તાજેતરમાં જ હિંદ મહાસાગરમાં દેખાયો. આ દરિયાઇ વંદાને નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર અને ઈન્ડોનેશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ રિસર્ચ સેન્ટર ઓફ ઓશિયાનોગ્રાફીના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે શોધ્યો છે.

વૈજ્ઞાનિકો આ વંદાને 'સ્ટાર વોર્સ' ફિલ્મ સિરીઝના ડાર્થ વેડર પાત્રના નામે બોલાવે છે. તે દરિયાઇ આઇસોપોડની પ્રજાતિનો ક્રસ્ટેસિયન જીવ છે. તે જમીનના વંદા જેવો જ લાગે છે. બાથિનોમસ રાક્સાસાની નજીક દરિયાઈ જાતિઓમાં કરચલા અને ઝીંગા જોવા મળે છે. તેમનું કદ 50 સેન્ટિમીટર સુધી વધી શકે છે. તેઓ સમુદ્ર વિજ્ઞાનની દુનિયામાં અત્યાર સુધીમાં બીજા નંબરના આઈસોપોડ છે. બાથિનોમસ રાક્સાસા સમુદ્રમાં મૃત જીવને ખાઈને જીવંત રહે છે. પરંતુ જો તેમને ઘણા દિવસો સુધી ખોરાક ન મળે તો પણ તેઓ જીવંત રહે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK