Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ભાઈ ચલાવે છે ૭૫૦થી વધુ શ્વાનોનું શેલ્ટર હોમ

આ ભાઈ ચલાવે છે ૭૫૦થી વધુ શ્વાનોનું શેલ્ટર હોમ

03 November, 2019 09:20 AM IST | મુંબઈ

આ ભાઈ ચલાવે છે ૭૫૦થી વધુ શ્વાનોનું શેલ્ટર હોમ

આ ભાઈ ચલાવે છે ૭૫૦થી વધુ શ્વાનોનું શેલ્ટર હોમ

આ ભાઈ ચલાવે છે ૭૫૦થી વધુ શ્વાનોનું શેલ્ટર હોમ


સર્બિયામાં રહેતા સાશા પેસિકને બાળપણથી જ ડૉગીઓ માટે અપાર પ્રેમ હતો. ક્યાંય પણ કોઈ  રખડતા અને પીડામાં હોય એવા ડૉગીને જોઈને તે એના માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતો. ૨૦૦૮માં તેને કેટલાક ગલૂડિયાં મળ્યાં જે એની માથી વિખૂટાં પડી ગયેલાં અને લોકો તેને હેરાન કરી રહ્યા હતા. ભાઈસાહેબ એને પોતાના ઘરે લઈ આવ્યા અને તેને મોટા કર્યા. એક વાર આવું કર્યા પછી તો તેને જ્યાં પણ આવાં તરછોડાયેલાં ગલૂડિયાં કે માંદા શ્વાનો મળી જાય તે પોતાના ઘરમાં લઈ આવતો. એક તબક્કે એવી હાલત થઈ ગઈ કે તેનું ઘર નાનું પડવા લાગ્યું. તેણે ઘરની નજીકમાં એક વાડો ખરીદ્યો અને એમાં ટેમ્પરરી શેડ બાંધીને એમાં ડૉગીઓને રાખવા લાગ્યો. કોઈ માંદા ડૉગીને તે સ્વીકારવાની ના પાડતો નહીં. એમ કરતાં-કરતાં એ વાડામાં લગભગ ૧૨૦૦ જેટલાં ડૉગીઓ થઈ ગયા. અલબત્ત, તેનું આ કાર્ય જોઈને ઘણા શ્વાનપ્રેમીઓ સામેથી આવતાં અને તેની પાસેથી એક-બે શ્વાનને દત્તક પણ લઈ જતા. એમ છતાં હજી તેની પાસે ૭૫૦ શ્વાન છે.

આ પણ જુઓઃ મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....



૨૦૧૫ની સાલ સુધી સર્બિયાની બહાર કોઈને તેના આ કાર્યની ખબર પણ નહોતી. નિસ નામના શહેરમાં ૭૫૦ ડૉગીઓને રાખવાનો, ખવડાવવાનો, દવા આપવાનો અને સંભાળ રાખી શકે એવા સહાયકો રાખવાનો કુલ ખર્ચ ૧૦,૦૦૦ યુરો એટલે કે લગભગ ૭.૯૧ લાખ રૂપિયા છે.  સાશાનું કહેવું છે કે આ શેલ્ટર હોમમાં પોતાના ડૉગીને છોડી જવા આવનારા લોકોની સંખ્યા વધુ છે. અહીંથી કોઈ ડૉગીને પોતાના ઘરે શરણું આપવાની ઇચ્છા બહુ ઓછા લોકો દેખાડે છે. જો કોઈને આ કામ બહુ સારું લાગે તો થોડીક આર્થિક મદદ કરી લે છે, પણ શ્વાનોને પ્રેમ આપવાની તૈયારી કોઈની નથી હોતી.


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2019 09:20 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK