ક્યારેક માણસને કોઈ ચીજ ખાવાની તીવ્ર ઇચ્છા થાય તો એ મેળવવા માટે તે કોઈ પણ હદ વટાવી શકે છે. ૩૩ વર્ષની વયનો આ બિઝનેસમૅન ક્રિમિયામાં રજા ગાળી રહ્યો હતો. ક્રિમિયામાં મૅક્ડોનલ્ડ્સ જેવી પશ્ચિમના દેશોને કામ કરવાની છૂટ નથી.
લૉકડાઉનમાં એવા અનેક કિસ્સા બન્યા છે કે પોતાની પસંદગીનું ખાણું મેળવવા માટે લોકોએ વિચિત્ર હરકતો કરી હોવાનું નોંધાયું છે. રશિયાના એક અબજોપતિનો આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ૩૩ વર્ષનો વિક્ટર માર્ટિનોવ તેની મિત્ર સાથે ક્રિમિયામાં રજા ગાળી રહ્યો હતો. બન્નેને મૅક્ડોનલ્ડ્સના બિગ મૅક અને ફ્રાઇઝ ખાવાની ઇચ્છા થઈ, પરંતુ ક્રિમિયામાં મૅક્ડોનલ્ડ્સ જેવી વિદેશી કંપનીઓને કામ કરવાની પરવાનગી ન હોવાથી તેઓ ચાર્ટર્ડ હેલિકૉપ્ટર કરીને નજીકના ક્રાસ્રોડાર જઈ પહોંચ્યા અને મૅક્ડોનલ્ડ્સમાં બિગ મૅક અને ફ્રાઇઝ લઈને પાછા ફર્યા.
બિગ મૅક અને ફ્રાઇઝ ખાવા માટે વિક્ટર માર્ટિનોવે હેલિકૉપ્ટર ચાર્ટર્ડ કરી ૭૨૫ માઇલ દૂર ક્રાસ્રોડોર જવા માટે ૨૬૮૦ ડૉલર એટલે કે લગભગ બે લાખ જેટલા રૂપિયા ખર્ચી નાખ્યા.
બોલો, આવી પત્નીને શું કહેવું?
23rd January, 2021 08:55 ISTદિલધડક રેસ્ક્યુ
23rd January, 2021 08:48 ISTનેધરલૅન્ડ્સમાં નાઇટ-કરફ્યુમાં ફરવા મળે એ માટે લોકો હોમ ડિલિવરી બૉયના યુનિફૉર્મ પહેરીને નીકળી પડે છે
23rd January, 2021 08:15 ISTહાથીની લાદમાંથી પ્રીમિયમ ક્વૉલિટી જીન બનાવ્યો છે દક્ષિણ આફ્રિકાના દંપતીએ
23rd January, 2021 08:10 IST