ભવિષ્યમાં અપાર્ટમેન્ટનું સ્થાન આ લિવીંગ પોડ લેશે?

Updated: Sep 11, 2020, 07:13 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કોરોના મહામારીને લીધે આખા વિશ્વનું અર્થતંત્ર ખોરવાયુ છે. વૈશ્વિક ધોરણે લાખો રોજગાર ઓછી થઈ છે. ધંધા મંદ પડ્યા છે. લોકોની ખરીદશક્તિ ઘટતા જીવનધોરણ પણ નીચુ ગયુ છે. જોકે સમયની સાથે માનવજાતિએ પોતાના જીવનને પણ બદલ્યો છે. આની એક ઝલક યુકેમાં જોઈ શકાય છે

કોનકર
કોનકર

કોરોના મહામારીને લીધે આખા વિશ્વનું અર્થતંત્ર ખોરવાયુ છે. વૈશ્વિક ધોરણે લાખો રોજગાર ઓછી થઈ છે. ધંધા મંદ પડ્યા છે. લોકોની ખરીદશક્તિ ઘટતા જીવનધોરણ પણ નીચુ ગયુ છે. જોકે સમયની સાથે માનવજાતિએ પોતાના જીવનને પણ બદલ્યો છે. આની એક ઝલક યુકેમાં જોઈ શકાય છે.

યુકેમાં હાઉસિંગ પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. ઘણા લોકો બેઘર બન્યા છે. ઓછી આવક ધરાવતા વ્યક્તિઓ મહિનાનું ભાડૂ પણ ચૂકવી શકતા નથી. લોકો પાસે એક સામાન્ય જીવન જીવવા માટેની નાણાકીય શક્તિ નહીં હોવાથી રોલ્સ રોઈસનો એક ભૂતપૂર્વ એન્જિનિયરે પોતાનો કૌશલ દેખાડતા લિવિંગ પોડ તૈયાર કર્યો છે.

એન્જિનિયર જેગ વિરડી આને કોનકર કહે છે. આ નાના ક્યુબીકલમાં વ્યક્તિ આરામથી રહી શકે છે. વિકડીએ કહ્યું કે, ફૂટબોલની શેપનો કોનકરનો 10 સ્કેવર મીટર કાર્પેટ એરિયા છે. ખર્ચ ઘટાડવા માટે આની સાઈઝ નાની રાખવામાં આવી છે. આ પોડમાં ગરમી પ્રતિધારણ (હીટ રિટેન્શન) સિસ્ટમ છે અને સંપૂર્ણ વોટરપ્રૂફ છે. અન્ય ફીચર્સમાં હીટીંગ સિસ્ટમ. વેન્ટિલેશન સિસ્ટમ અને એર ફિલ્ટર, હીટ રિકવરી સિસ્ટમ અને સિક્યોર લોકિંગ સિસ્ટમ છે. હીટ એક્સચેન્જ પંપને લીધે તાપમાન જળવાઈ રહે છે અને તાજી હવા સતત આવતી રહે છે.

આ પોડને અન્ય પોડ સાથે પણ જોડી શકાશે જેથી વધુ રૂમ બને. આ સંપૂર્ણ પોડ બનાવવાનો ખર્ચ 24,000 ડૉલરનો થયો હતો. આ પોડના ત્રણ પ્રકાર છે- પ્લગ ઈન, ઓફ ધ ગ્રીડ અને પ્લગ ઈન હાઈબ્રિડ વર્ઝન. યુકેમાં ઘણા લોકોએ આ પોડ ઓર્ડર કર્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK