Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ બહેન કોરોના વાઇરસના ડરથી જિરાફ બની ઘૂમે છે

આ બહેન કોરોના વાઇરસના ડરથી જિરાફ બની ઘૂમે છે

21 February, 2020 09:32 AM IST | Mumbai Desk

આ બહેન કોરોના વાઇરસના ડરથી જિરાફ બની ઘૂમે છે

આ બહેન કોરોના વાઇરસના ડરથી જિરાફ બની ઘૂમે છે


ચીનમાં પેદા થયેલા કોરોના વાઇરસની ઝપટમાં લગભગ આખું વિશ્વ આવી ગયું છે. કોરોના વાઇરસનો ચેપ ન લાગે એ માટે લોકો શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે પછી ભલેને આ પ્રયાસમાં તેઓ બેહૂદા કે ભદ્દા દેખાય.

ચીનમાં મીસ હી નામે ઓળખાયેલી એક મહિલાનો વિડિયો વાઇરલ થયો છે, જેમાં તે ચીનના સીચુઆન પ્રાંતમાં આવેલા લુઝોઉમાં એક હૉસ્પિટલની મુલાકાતે ગઈ હતી. જોકે તેની મુલાકાતમાં અસામાન્ય તેનો ડ્રેસ હતો. કોરોના વાઇરસનો ચેપ ન લાગે એટલે જાયન્ટ જિરાફનો વેશ પહેર્યો હતો.



ચીની વિડિયો પ્લૅટફૉર્મ પર પોસ્ટ કરાયેલી ટચૂકડી વિડિયો ક્લિપમાં આ મહિલા બ્રાઉન કલરના પ્લાસ્ટિક કૉસ્ચ્યુમમાં હૉસ્પિટલમાં દાખલ થાય છે, કૉસ્ચ્યુમમાં નાની ક્લિયર પ્લાસ્ટિક ફિલ્મમાંથી માત્ર તેની આંખો જોઈ શકાય છે.


તેના આવા કૉસ્ચ્યુમ માટે તેણે જણાવ્યું કે કોરોના વાઇરસનો ચેપ ફેલાતાં પહેલાં શ્વાસની તકલીફ માટે હૉસ્પિટલમાં દાખલ કરાયેલા તેના પિતાને મળવા તે આવી હતી. હૉસ્પિટલની પૉલિસી પ્રમાણે તેના ચેકિંગ માટે પણ તેણે કૉસ્ચ્યુમ ન હટાવતાં વેબ-કૅમથી વર્ચ્યુઅલ ચેકિંગનો આગ્રહ રાખ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2020 09:32 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK