આ મહિલાને કહેવાય છે રેડ લેડી, વાળ-કપડાં બધું જ છે લાલ

Published: Oct 25, 2019, 18:29 IST | મુંબઈ ડેસ્ક

લાલ કલર એટલો બધો ગમે છે કે તેણે પોતાના વાળ પણ લાલ કરાવી લીધા છે એટલું જ નહીં તે તો પોતાના કપડાં પણ હંમેશા લાલ જ પહેરે છે. તમે જાણીને ચોંકી જશો કે ઝોરિકાના ઘરનું સામાન પણ લાલ છે.

ઝોરિકા રિબરનિક
ઝોરિકા રિબરનિક

વિશ્વમાં અનેક એવા લોકો છે જે પોતાના અળવિતરા શોખને કારણે ફેમસ થતાં હોય છે. એક એવી જ મહિલા છે ઝોરિકા રિબરનિક. જે બોસ્નિયાની રહેવાસી છે. તેને લાલ કલર એટલો બધો ગમે છે કે તેણે પોતાના વાળ પણ લાલ કરાવી લીધા છે એટલું જ નહીં તે તો પોતાના કપડાં પણ હંમેશા લાલ જ પહેરે છે. તમે જાણીને ચોંકી જશો કે ઝોરિકાના ઘરનું સામાન પણ લાલ છે.

 Pedestrian

67 વર્ષની ઝોરિકા એક સેવાનિવૃત્ત શિક્ષિકા છે. તેણે જણાવ્યું કે તે 18 વર્ષની હતી, ત્યારથી તે ફક્ત લાલ કલરના જ કપડાં પહેરે છે. આ તેનો શોખ છે. હકીકતે, ઝોરિકા પોતાની આસપાસની બધી જ વસ્તુઓ લાલ-લાલ જ જોવાનું પસંદ કરે છે, તેથી તે આવું કરે છે.

Zorica Rebernik

સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે ઝોરિકા કોઇપણ અંતિમ સંસ્કારની વિધિમાં પણ જાય છે તો તે લાલ ડ્રેસમાં જાય છે. હાલ તેના ઘરમાં વૉટર હીટર જ એક એવી વસ્તુ છે જે લાલ નથી, કારણકે તેણે પોતાના પતિ ઝોરૉનના કહેવા પર આવું હીટર ખરીદ્યું હતું.

લાલ કલર પ્રત્યે અત્યંત પ્રેમને કારણે બોસ્નિયાના લોકો ઝોરિકાને 'રેડ લેડી'ના નામથી બોલાવે છે. તે પોતાના શહેરમાં એટલી પ્રસિદ્ધ છે કે લોકો તેને સેલિબ્રિટીથી ઓછું નથી ગણતાં.

આ પણ વાંચો : જુઓ અંબાણી પરિવારની ભવ્ય દિવાળીની ઊજવણીની શરૂઆત

ઝોરિકા જણાવે છે કે તેણે પોતાના લગ્નમાં પણ લાલ ડ્રેસ જ પહેરી હતી. લોકો તેના લાલ રંગ પ્રત્યેના પ્રેમને એટલું ઓળખી ચૂક્યા છે કે હવે તેને ગિફ્ટમાં પણ લાલ કલરની જ ભેટ આપે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK