Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દોઢ કલાકની પ્રેગ્નન્સી પછી બાળકને જન્મ આપ્યાનો દાવો કર્યો છે આ બહેને

દોઢ કલાકની પ્રેગ્નન્સી પછી બાળકને જન્મ આપ્યાનો દાવો કર્યો છે આ બહેને

26 July, 2020 09:54 AM IST | Mumbai Desk
Mumbai correspondent

દોઢ કલાકની પ્રેગ્નન્સી પછી બાળકને જન્મ આપ્યાનો દાવો કર્યો છે આ બહેને

દોઢ કલાકની પ્રેગ્નન્સી પછી બાળકને જન્મ આપ્યાનો દાવો કર્યો છે આ બહેને

દોઢ કલાકની પ્રેગ્નન્સી પછી બાળકને જન્મ આપ્યાનો દાવો કર્યો છે આ બહેને


સામાન્ય રીતે માનવજાતિમાં ૯ મહિનાની સગર્ભાવસ્થા પછી બાળક અવતરે છે, પરંતુ ઇન્ડોનેશિયાની એક મહિલાએ સગર્ભાવસ્થાનાં લક્ષણોનો અહેસાસ થયા પછી ફક્ત દોઢ કલાકમાં બાળકને જન્મ આપ્યો હોવાનો દાવો કર્યો છે. એ ઘટના વિવાદ અને પંચાતનો વિષય બની હોવા ઉપરાંત ડૉક્ટરો માટે પણ એ વિસ્મયરૂપ બાબત છે. એ ચમત્કારિક બનાવ વિશે જાણવા આખા ઇન્ડોનેશિયાના ડૉક્ટરો હેનીને મળવા જઈ રહ્યા છે, પરંતુ તેના પરિવારના સભ્યો હેનીને માનસિક ત્રાસ ન થાય એની તકેદારી રાખવા અને પ્રાઇવસી જાળવવા પ્રયત્નશીલ છે.
ઇન્ડોનેશિયાના તસિકમાલિયા વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષની મહિલા હેની નૂરાનીએ એવો દાવો કર્યો હતો કે ૧૮ જુલાઈએ રાતે મારું પેટ અચાનક ફૂલવા માંડ્યું અને મને પેટમાં ધીમો-ધીમો દુખાવો થવા માંડ્યો હતો. અગાઉ બે બાળકોને જન્મ આપ્યો હોવાથી પ્રસૂતિની પીડાનો પરિચય હોવાથી મને ખ્યાલ આવ્યો કે આ તો બાળકના જન્મ સમયે થતી હોય એવી પીડા છે. હાલની સગર્ભાવસ્થાથી અજાણ જ હતી. જોકે બીજી એક આશ્ચર્યજનક હકીકત એવી હતી કે ૧૯ મહિના પહેલાં દીકરીનો જન્મ થયો ત્યાર પછી હેનીએ તેના પતિ એરિક સાથે શારીરિક સંબંધ બાંધ્યો જ નહોતો. તબીબી કારણસર બન્નેએ જાતીય સંબંધ ત્યજી દીધો હતો. સગર્ભાવસ્થાનાં લક્ષણો લાંબા વખત સુધી ન દેખાવાં અને પિરિયડ્સ ચાલુ રહેવા સુધીની દરેક બાબતનાં કારણો અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો ડૉક્ટરો સમજાવી શકે છે, પરંતુ અદૃશ્ય, રહસ્યમય કે ગુપ્ત સગર્ભાવસ્થાના આ કેસમાં પતિ સાથે સેક્સ્યુઅલ રિલેશન્સ વગર ગર્ભ કેવી રીતે ધારણ કર્યો એ ઘટના ડૉક્ટરો સમજાવી શકતા નથી.
હેની કહે છે કે ‘શનિવારની રાતે અચાનક મારા પેટમાં જમણી બાજુ કઈંક ફરકવા માંડ્યું અને એની સાથે દુખાવો પણ થતો હતો. મેં પાડોશીને મને મારા પિતાના ઘરે લઈ જવાનું કહ્યું હતું. એકાદ કલાક પછી અમે મિડવાઇફને બોલાવી અને બાળકનો જન્મ થયો. બાળકના જન્મ પૂર્વેના મહિનાઓમાં મારું વજન વધતું હતું, પરંતુ સગર્ભાવસ્થાનાં અન્ય લક્ષણોનો અનુભવ થતો નહોતો. ૯ મહિના પિરિયડ્સ પણ નિયમિત આવતા હતા. ડૉક્ટરોએ હૉર્મોન્સની અસમતુલાને કારણે પિરિયડ્સ ચાલુ રહ્યા હશે એવી ધારણા બાંધી છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2020 09:54 AM IST | Mumbai Desk | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK