આ છે રિયલ બર્ડમૅનઃ પંખીઓ આ ભાઈને ભીડમાંથી પણ ખોળી કાઢે છે

Published: Jan 13, 2020, 09:51 IST | Mumbai Desk

કબૂતરો અને અન્ય પંખીઓ દ્વારા તેમને એક નવી ઓળખાણ મળી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સૂરજ કુમારને રોડ પર નીકળવામાં મોડું થાય તો પંખીઓ એના આવવાની રાહ જોતા આસપાસમાં ઊડી રહ્યા હોય એવું પણ ઘણી વાર જોવા મળ્યું છે.

ઓડિશાના મયૂરભંજ જિલ્લામાં સૂરજકુમાર નામના ટ્રાફિક પોલીસ છેલ્લાં દસ વર્ષથી કબૂતરો અને પંખીઓને ચણ નાખવાનું કામ કરે છે. રોજ ચણ ખવડાવવા આવતા આ માણસને હવે તો પંખીઓ પણ બહુ સારી રીતે ઓળખી ગયા છે. સૂરજકુમાર જેવા દાણા લઈને રોડ પર નીકળે કે તરત જ પંખીઓ તેમના હાથ પર આવીને બેસી જાય છે અને દાણા ખાય છે. બાવન વર્ષના સૂરજકુમાર આખા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ભૂખ્યા પંખીઓને દાણા નાખવાનું કામ કરે છે. તેઓ ટ્રાફિક પોલીસની ડ્યુટી કરતા હોય ત્યારે પણ પાસે દાણા રાખે છે એટલે તેમની આસપાસ કોઈ પંખી ઊડતું આવે તો તેને ખવડાવી શકે. એને કારણે હવે પંખીઓને સૂરજભાઈ પોતીકાં લાગવા લાગ્યા છે અને ડ્યુટી પર ઊભેલા હોય ત્યારે પણ પંખીઓ તેમના હાથ કે ખભે આવીને બેસી જાય છે. પંખીઓ સાથેના આ ઘરોબાને કારણે લોકો હવે સૂરજભાઈને બર્ડમૅન કહેવા લાગ્યા છે. સૂરજનું કહેવું છે કે ભીડ અને ટ્રાફિકથી જામ રસ્તો હોય ત્યારે પણ પંખીઓ મને ઓળખી જાય છે અને તેમની પર આવીને બેસે છે. કબૂતરો અને અન્ય પંખીઓ દ્વારા તેમને એક નવી ઓળખાણ મળી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સૂરજ કુમારને રોડ પર નીકળવામાં મોડું થાય તો પંખીઓ એના આવવાની રાહ જોતા આસપાસમાં ઊડી રહ્યા હોય એવું પણ ઘણી વાર જોવા મળ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK