બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Elections 2020)નો પ્રચાર ગુરુવારે સમાપ્ત થવાના અમુક કલાક પહેલા જ મુખ્યમંત્રી નીતીશ કુમારે મોટી જાહેરાત કરી. સીએમ નીતીશ કુમારે પૂર્મિયા જિલ્લાના ધમદાહામાં જેડીયૂની ચૂંટણી રેલીમાં કહ્યું કે આ તેમની છેલ્લી ચૂંટણી છે. નીતીશ કુમારે અહીં જેડીયૂ તરફના પ્રતિસ્પર્ધી લેસી સિંહ માટે પ્રચાર માટે પહોંચ્યા હતા. આ દરમિયાન નીતીશ કુમારે કબ્યું કે બધા મળીને લેસી સિંહને ભરપૂર મતે વિજયી બનાવજો.
નીતીશ કુમારે કહ્યું, "આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે અને આ મારી છેલ્લી ચૂંટણી છે... અંત ભલા તો સબ ભલા... કહો જીતાવશોને લેસી સિંહ ને?"
नीतीश कुमार ने आज अपने आख़िरी चुनावी सभा में कह दिया कि ये उनका आख़िरी चुनाव हैं ।@Suparna_Singh @soniandtv @umashankarsingh @NitishKumar pic.twitter.com/Vc0AFJe7zQ
— manish (@manishndtv) November 5, 2020
આ પહેલા કિશનગંજ રેલીમાં મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે કોઇનામાં એટલો દમ નથી કે તે અમારા લોકોને દેશમાંથી બહાર કાઢી શકે. આ જ દિવસે યોગી આદિત્યનાથે એક ચૂંટણી સભામાં બાંગ્લાદેશી ઘુસણખોરોને દેશમાંથી બહાર ફેંકવાની વાત કહી હતી.
ત્રીજા ચરણના ચૂંટણી પ્રચાર દરમિયાન કિશનગંજમાં એક ચૂંટણી રેલીનું સંબોધન કરતા નીતીશે આ વાત કહી, જ્યાં મુસલમાનોની સારી આબાદી છે. મુખ્યમંત્રીએ પોતાના સંબોધન દરમિયાન અલ્પસંખ્યકોના કલ્યા અને તેમની માટે તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો. તેમનો ઇશારો નાગરિકતા સંશોધન કાયદા તરફ હતો. તેમણે કહ્યું કે બધાંને સાથે લઈને ચાલવું જ અમારો ધર્મ છે. તેમણે ભાષણના એક અંશનો વીડિયો શૅર કરતા ટ્વીટ કર્યું છે. "બધાંને સાથે લઈને ચાલવું જ અમારો ધર્મ છે... આ જ આપણી સંસ્કૃતિ છે.. બધાં સાથે ચાલશું તો બિહાર આગળ વધશે."