વડા પ્રધાન મોદીએ અમિત શાહને જન્મદિનની શુભેચ્છા આપતા કહ્યું આ...

Published: 22nd October, 2020 12:32 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આજે દેશના કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહનો 56મો જન્મદિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જન્મદિનની શુભેચ્છા આપતા ભારતની વૃદ્ધિમાં તેમના સમર્પણ અને ઉત્તમતાના ફાળાની સરાહના કરી હતી

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

આજે દેશના કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહનો 56મો જન્મદિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જન્મદિનની શુભેચ્છા આપતા ભારતની વૃદ્ધિમાં તેમના સમર્પણ અને ઉત્તમતાના ફાળાની સરાહના કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે ટ્વીટ કર્યું કે, અમિત શાહજીને જન્મદિવસની શુભેચ્છાઓ. ભારતના વિકાસ માટે તે સમર્પણ અને ઉત્તમતા ફાળવી રહ્યા છે, તેનો દેશ સાક્ષી છે. ભાજપને મજબૂત બનાવવામાં તેમનો ફાળો નોંધપાત્ર છે. ભગવાન તેમને લાંબુ અને સ્વસ્થ જીવન આપે.

વર્ષ 1964માં જન્મેલા અમિત શાહ શરૂઆતના દિવસોમાં રાષ્ટ્રીય સ્વયમસેવક સંઘ (RSS)માં જોડાયા હતા. વર્ષ 2014માં તેમની નિમણૂક ભાજપના પ્રેસિડેન્ટ પદે થયા બાદ વર્ષ 2019 સુધીમાં તેમના નેજા હેઠળ ઘણા રાજ્યોમાં ભાજપનું પ્રભુત્વ રહ્યું હતું.

અમિત શાહ ગાંધીનગરના પહેલા લોકસભા સંસદસભ્ય છે અને મોદી સરકારના બીજા સમયગાળામાં તેમનો સમાવેશ પ્રધાનમંડળમાં થયો છે અને આજે તે દેશના ગૃહ પ્રધાન છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK