આને કહેવાય કમાલની કોરોના આર્ટ

Published: Mar 17, 2020, 07:32 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

એક આર્ટિસ્ટે અત્યંત વિચિત્ર કહેવાય એવી નેઇલ-આર્ટ કરીને સોશ્યલ મીડિયા પર તસવીરો તરતી મૂકી છે.

નેઇલ-આર્ટ
નેઇલ-આર્ટ

વાઇરસનો ચેપ લાગવાના ભયે લાખો લોકોને ઘરની અંદર લૉક કરી દીધા છે ત્યારે કેટલાક લોકો ભલે બૂમાબૂમ કરતા હોય, પણ ઘણા લોકોએ આ એકાંતવાસને માણી લેવાના મજાના નુસખા શોધી કાઢ્યા છે.

nail-art

એક આર્ટિસ્ટે અત્યંત વિચિત્ર કહેવાય એવી નેઇલ-આર્ટ કરીને સોશ્યલ મીડિયા પર તસવીરો તરતી મૂકી છે. એનું જોઈને બીજા આર્ટિસ્ટોનો માંહ્યલો પણ જાગી ઊઠ્યો અને પછી તો એવી-એવી કોરોના થીમની નેઇલ આર્ટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર ખડકાઈ રહી છે કે ન પૂછો વાત. હૅન્ડસેનિટાઇઝર, વાઇરસના માઇક્રોસ્કૉપિક દૃશ્યો, માસ્ક જેવી જાતજાતની ચીજો લાંબા વધારેલા નખ પર શણગારવામાં આવી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK