આ સુંદર બીચ છે કે કારનો તુટેલો દરવાજો, વાયરલ થઇ રહી છે તસવીર

મુંબઈ ડેસ્ક | Jul 09, 2019, 17:42 IST

આ તસવીરમાં દરેકને સમુદ્ર કિનારાનું સુંદર દ્રશ્ય જોવા મળે છે.

આ સુંદર બીચ છે કે કારનો તુટેલો દરવાજો, વાયરલ થઇ રહી છે તસવીર
કારનો દરવાજો

એન્ટરટેઇન્મેન્ટ જોઈતું હોય તો ઈન્ટરનેટથી વધુ સારો પર્યાય અન્ય કોઈ નથી. પણ ઘણીવાર એવી તસવીરો આવતી હોય છે જેને કારણે તમારું મગજ હલબલી જાય છે. જી હા, એવી જ દ્રષ્ટિભ્રમવાળી તસવીરો વાયરલ થતી હોય છે. કેટલાક લોકો આ તસવીરોને કારણે કંટાળી જતાં હોય છે જ્યારે કેટલાક આની પાછળની કહેવત સમજવામાં લાગી પડે છે.

તાજેતરમાં જ એવી એક તસવીર સામે આવી છે જેણે યૂઝર્સના મગજને હલબલાવી દીધી છે. અને આ તસવીર એ છે જે એક કારનો તૂટેલો દરવાજો છે, જે સમુદ્ર કિનારાની એક પેન્ટિંગ જેવી દેખાય છે. આ તસવીર ટ્વીટ કરતાં એક ઇન્ટરનેટ યૂઝરે લખ્યું છે કે, "જો તમને બીચ, સમુદ્ર કિનારો, પર્વતો અને તારા દેખાય છે તો તમે એક કલાકાર છો, પણ આ કોઇ પેન્ટિંગ નથી. આ એક કારના દરવાજાનો એ નીચેનો ભાગ છે જેની મરામત કરાવવાની છે."

જો કે ટ્વિટર યૂઝર્સને આ તસવીર જોવા પછી પણ વિશ્વાસ નથી આવતો કે આ તસવીર કોઈ બીચની નહીં પણ કારના દરવાજાની છે.

કેટલાક ટ્વીટ્સ પછી ઈન્ટરનેટ યૂઝરે ભેદ ઉકેલવાની પદ્ધતિ કહી.

આ પણ વાંચો : PUBG સીઝન 8નું બીટા સર્વર થયું લાઇવ, જાણો રિવર્ડ્સ અને ડાઉનલોડના પગથિયા

જો કે, ખરેખર પહેલી નજરે આ તસવીર ખૂબ જ સુંદર સમુદ્રકિનારાની લાગે છે, પણ ધ્યાની જોતાં ખ્યાલ આવે છે કે આ તસવીર કારના ગેટની જ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK