દિવાળીમાં ફિલ્મો જોવાનું હવે નહીં પરવડે : ટિકિટો થશે મોંઘી

Published: 31st October, 2012 04:51 IST

આવતા મહિને દિવાળી દરમ્યાન થિયેટરો તેમ જ મલ્ટિપ્લેક્સની ટિકિટોના ભાવમાં ૧૫થી ૪૦ ટકાનો વધારો જોવા મળશે.

સામાન્ય રીતે દિવાળી તેમ જ ન્યુ યર વખતે ટિકિટોના ભાવ વધતા હોય છે, આવું જ કંઈક મોટી ફિલ્મ રિલીઝ થતી હોય ત્યારે બને છે. જોકે આ વખતે આ બન્ને ઘટનાઓ ભેગી બની છે. યશ ચોપડાની છેલ્લી ફિલ્મ ‘જબ તક હૈ જાન’, અજય દેવગનની ‘સન ઑફ સરદાર’ તથા આમિર ખાનની ‘તલાશ’ એમ ત્રણ ફિલ્મો આ સમયગાળામાં જ રિલીઝ થઈ રહી છે. એક ટ્રેડ-એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે સપ્તાહના દિવસો દરમ્યાન ટિકિટના ભાવ ૪૦ ટકા તો વીક-એન્ડ દરમ્યાન ૧૫ ટકા વધે એવી શક્યતા છે. અગાઉ લોકો આ દિવસો દરમ્યાન બ્લૅકમાં ટિકિટ ખરીદતા હતા, પણ હવે સીધા મલ્ટિપ્લેક્સવાળાને ચૂકવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK