ચીનનું માર્કેટ હંમેશાં એક કદમ આગળ કેમ કહેવાય છે એ જાણવું હોય તો અહીંની મોબાઇલની માર્કેટમાં નજર કરવા જેવી છે. નવો આઇફોન-12 લૉન્ચ કરવાની તૈયારી વિશે હજી તો જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ખરેખર એ બ્રૅન્ડ બજારમાં આવતાં વાર લાગશે. જોકે એનો લુક ડિક્લેર થઈ ગયો છે અને એની નકલ પણ બની ગઈ છે. જો તમે એ ફોન લૉન્ચ થાય ત્યાં સુધી રાહ ન જોઈ શકતા હો કે તમને એની કિંમત પરવડે એમ ન હોય એવું બની શકે. એ સ્થિતિમાં પણ તમે દોસ્તો અને સોશ્યલ સર્કલમાં વટ પાડવા ઇચ્છતા હો તો એ શક્ય બની શકે. એ આઇફોન-12નું આવરણ ચીનાઓએ બનાવ્યું છે. શેન્ઝેનની ઇલેક્ટ્રૉનિક માર્કેટમાં ૬૭ ડૉલર (અંદાજે ૫૦૦૦ રૂપિયા) અને બાવન ડૉલર (અંદાજે ૩૯૦૦ રૂપિયા)ની કિંમતે આઇફોન કેસ (આવરણ) ઉપલબ્ધ થશે. તમારા સાદા આઇફોન પર એ આવરણ ચડાવતાં એ નવા (હજી બજારમાં નહીં આવેલા) આઇફોન-12 જેવો દેખાશે.
પાળેલો કૂતરો પોતાની નકલ કરે છે કે નહીં તે જોવા માલિકે કર્યો આટલો ખર્ચ
21st January, 2021 08:55 ISTલોહીમાં મશરૂમ ઇન્જેક્ટ કર્યાં, એ ઊગ્યા હોવાનો વહેમ કે સચ્ચાઈ?
21st January, 2021 08:39 ISTડૉનલ્ડ ટ્રમ્પ બેબી બલૂન બ્લિમ્પ લંડનના મ્યુઝિયમમાં સ્થાન પામશે
21st January, 2021 08:26 ISTજપાનમાં એકસાથે ૧૩૪ કાર અથડાઈ
21st January, 2021 08:19 IST