નિયોન લાઇટ્સથી આ ક્લાસિક ટૅટૂ ઝળહળી ઊઠે છે
નિયોન લાઇટ્સથી આ ક્લાસિક ટૅટૂ ઝળહળી ઊઠે છે
મેક્સિમ સિપાકોવ નામનો યુવાન જસ્ટ ૧૯ વર્ષની વયે એક કુશળ ઍનિમેટર છે, જેણે તેના ટૅટૂ પ્રત્યે લોકોનું ધ્યાન દોરાય એ માટે નિયોન લાઇટ્સની ઇફેક્ટ્સનો ઉપયોગ કર્યો છે.
ઑનલાઇન સોકર વિડિયોને ઍનિમેટ કરીને પોતાની સ્કિલ્સથી લોકોને ચકિત કર્યા બાદ મેક્સિમભાઈએ ડિજિટલ ટૅટૂના ક્ષેત્રે પોતાની આવડત નિખારવાનું નક્કી કરેલું. તેણે ટૅટૂ-આર્ટિસ્ટ પાસેથી વિડિયો મેળવી એના પર પોતાનું મૅજિક દર્શાવવાની શરૂઆત કરી. ટૅટૂ પર ડિજિટલ ઍનિમેશનની સ્કિલ તેણે ઇન્સ્ટાગ્રામ અને ટિક ટૉક પર પ્રદર્શિત કરી. અહીં તેને સેંકડો વ્યુઝ અને ફૅન મળ્યા છે.