આ ચીની કંપનીમાં કર્મચારીઓને રિલૅક્સ કરવા અલ્પાકા પ્રાણીનો ઉપયોગ થાય છે

Published: 11th October, 2020 08:58 IST | Mumbai correspondent | Mumbai

અલ્પાકા મૂળ દક્ષિણ અમેરિકાના પેરુ, ઇક્વાડોર, બોલિવિયા જેવા દેશોમાં મળતું ઊંટના કુળનું પ્રાણી છે. ઘેટા જેવી રુવાંટી ધરાવતું આ પ્રાણી ઘણું કામગરું હોય છે.

આ ચીની કંપનીમાં કર્મચારીઓને રિલૅક્સ કરવા અલ્પાકા પ્રાણીનો ઉપયોગ થાય છે
આ ચીની કંપનીમાં કર્મચારીઓને રિલૅક્સ કરવા અલ્પાકા પ્રાણીનો ઉપયોગ થાય છે

ચીનની એક વિડિયો પ્રોડક્શન સ્ટાર્ટઅપ કંપનીએ ઑફિસમાં પાળેલા અલ્પાકા પ્રાણી તરફ સોશ્યલ મીડિયા યુઝર્સમાં ઘણું આકર્ષણ જામ્યું છે. અલ્પાકા મૂળ દક્ષિણ અમેરિકાના પેરુ, ઇક્વાડોર, બોલિવિયા જેવા દેશોમાં મળતું ઊંટના કુળનું પ્રાણી છે. ઘેટા જેવી રુવાંટી ધરાવતું આ પ્રાણી ઘણું કામગરું હોય છે. અત્યાર સુધીમાં ઑફિસમાં શ્વાનો કે બિલાડાઓનો ઉપયોગ કરવાના બનાવો ચર્ચાયા છે, પરંતુ અલ્પાકાના ઉપયોગની પ્રથમ ઘટના પ્રકાશમાં આવી છે. ચીનના વુક્સી શહેરમાં ઇલામા-અલ્પાકા મિક્સ પ્રજાતિનું પ્રાણી કામ કરીને થાકી ગયેલા માણસોને રાહત આપવાની ફરજ નિભાવે છે. કર્મચારીઓ એ રમતિયાળ પશુને જોઈને જ હળવાફૂલ થઈ જાય છે. ચીની ભાષામાં તુઓ બૈવાન નામે ઓળખાતું એ પ્રાણી કંપનીના બગીચામાં ફરતું-આળોટતું જોવા મળે છે. કંપનીએ બે વર્ષના બૈવાનનો વિડિયો બનાવીને ડોયિન નામના ઍપ સહિત સોશ્યલ મીડિયાની અનેક સાઇટ્સ પર અપલોડ કર્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK