Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > BJPમાં જોડાશે મેટ્રોમૅન ઈ શ્રીધરન કેરલા વિધાનસભાની ચૂંટણી લડવા પણ તૈયાર

BJPમાં જોડાશે મેટ્રોમૅન ઈ શ્રીધરન કેરલા વિધાનસભાની ચૂંટણી લડવા પણ તૈયાર

19 February, 2021 11:08 AM IST | Thiruvananthapuram
Agency

BJPમાં જોડાશે મેટ્રોમૅન ઈ શ્રીધરન કેરલા વિધાનસભાની ચૂંટણી લડવા પણ તૈયાર

બીજેપીનો ઝંડો

બીજેપીનો ઝંડો


કેરલામાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે બીજેપીમાં જોડાઈ રહેલા દિલ્હી મેટ્રોના ભૂતપૂર્વ ચીફ ઈ શ્રીધરને ગઈ કાલે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પોતે બીજેપીમાં જોડાઈ રહ્યા છે, એમ જણાવતાં ઈ શ્રીધરને કહ્યું હતું કે કેરલામાં અન્ય રાજકીય પક્ષો તેમના પક્ષના હિત માટે કામ કરે છે અને કેરલાનું ભલું કરવામાં નિષ્ફળ રહ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણી તેઓ લડશે કે કેમ એમ પૂછવામાં આવતાં ઈ શ્રીધરને કહ્યું હતું કે ‘જો બીજેપી મને ચૂંટણી લડવા કહેશે તો ચોક્કસ લડીશ. કેરલામાં માળખાકીય અને અન્ય ઉદ્યોગમાં ઘણાં વિકાસલક્ષી કાર્યો થઈ શકે છે અને હું બીજેપીમાં જોડાઈને આ કાર્યો કરવાની ઇચ્છા રાખું છું. કેરલાનો વિકાસ કરવો હોય તો એના માળખાકીય તેમ જ ઉદ્યોગોનો વિકાસ આવશ્યક છે.’ કેરલા રાજ્યના પક્ષપ્રમુખ કે. સુંદરને કોઝીકોડમાં કહ્યું હતું કે ૨૧ ફેબ્રુઆરીએ તેમની આગેવાની હેઠળ કાસરગોડથી શરૂ થઈ રહેલી પક્ષની વિજયયાત્રા દરમ્યાન ઈ શ્રીધરન બીજેપીમાં જોડાશે.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2021 11:08 AM IST | Thiruvananthapuram | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK