Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેરળ અને પંજાબમાં ‘દારૂ’ જીવન જરૂરિયાતની વસ્તુઓની લિસ્ટમાં સામેલ

કેરળ અને પંજાબમાં ‘દારૂ’ જીવન જરૂરિયાતની વસ્તુઓની લિસ્ટમાં સામેલ

25 March, 2020 12:28 PM IST | Thiruvananthapuram/Chandigarh
Agencies

કેરળ અને પંજાબમાં ‘દારૂ’ જીવન જરૂરિયાતની વસ્તુઓની લિસ્ટમાં સામેલ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતમાં જીવલેણ કોરોના વાઇરસને અટકાવવા માટે કેન્દ્ર સરકારના આદેશ મુજબ ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંપૂર્ણ લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે કેરળ અને પંજાબમાં લૉકડાઉન દરમ્યાન દારૂને જીવનજરૂરિયાત વસ્તુઓની લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે, જેથી ૩૧ માર્ચ સુધી લૉકડાઉન દરમ્યાન ત્યાં દારૂની દુકાન ચલાવવા માટે મંજૂરી આપવામાં આવશે.

કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને પંજાબના સીએમ કૅપ્ટન અમરિન્દર સિંહે કરેલા ટ્‌વીટને સમર્થન આપતાં કહ્યું હતું કે લૉકડાઉન દરમ્યાન રાજ્યમાં દારૂનાં વેચાણનો પંજાબ સરકારનો આ નિર્ણય યોગ્ય છે.



વધુમાં તેમણે કહ્યું કે મારી પાસે પંજાબના સીએમનો મેસેજ છે, હું તમારી માટે વાંચું છું. પંજાબમાં તમામ જીવનજરૂરિયાતની સુવિધાઓ ચાલુ રહેશે. જીવનજરૂરિયાતના લિસ્ટમાં શું સામેલ છે? તે જણાવતા કહ્યું કે પંજાબમાં કરિયાણું અને દારૂ સહિતની વસ્તુઓને લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે.


સરકારને શું લાગે છે કે આલ્કોહોલિક પીણાંને એક આવશ્યક વસ્તુ તરીકે સૂચિબદ્ધ કરી શકાય? તેવું પૂછવામાં આવતા વિજયને કહ્યું રાજ્યમાં પ્રવર્તતી વિચિત્ર પરિસ્થિતિ આવા પગલાંની માગ કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2020 12:28 PM IST | Thiruvananthapuram/Chandigarh | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK