Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > તરસ્યો હાથી વૉશ બેસિનનો નળ ચાલુ કરીને પાણી પીવા લાગ્યો

તરસ્યો હાથી વૉશ બેસિનનો નળ ચાલુ કરીને પાણી પીવા લાગ્યો

04 August, 2019 10:36 AM IST | સાઉથ આફ્રિકા

તરસ્યો હાથી વૉશ બેસિનનો નળ ચાલુ કરીને પાણી પીવા લાગ્યો

તરસ્યો હાથી

તરસ્યો હાથી


સાઉથ આફ્રિકાના બોટ્સવાનામાં એક હંગામી કૅમ્પના વૉશ બેઝિનમાંથી નળ ખોલીને પાણી પીતો હાથી એક કૅમેરામાં રંગેહાથે કેદ થઈ ગયો છે. કૅમ્પમાં બનેલા ખુલ્લી છતવાળા ટેમ્પરરી બાથરૂમ્સની અંદર નહાઈ રહેલ બે ટૂરિસ્ટ જ્યારે બહાર નીકળવા બારણું ખોલવાનો પ્રયત્ન કરે છે ત્યારે દરવાજે હાથી ઊભો હોવાથી બારણું બ્લૉક થઈ ગયું છે એવી ખબર પડે છે. બીજી તરફ તરસ્યા હાથીભાઈ બાથરૂમની અંદર મૂકેલા વૉશ બેસિનમાં સૂંઢ નાખે છે અને નળ ખોલીને સૂંઢમાં પાણી ભરીને તરસ છીપાવે છે.

આ પણ વાંચો : છેલ્લા એક વર્ષમાં એક હૉસ્પિટલની 36 નર્સો પ્રેગ્નન્ટ થઈ



ટૂરિસ્ટનું કહેવું છે કે ‘હાથીને નળ કેવી રીતે ખોલવો એ બહુ સારી રીતે આવડતું હતું. જંગલમાં બીજે ઘણે ઠેકાણે પાણીના ઝરણાં જેવું હતું, પરંતુ હાથીને અહીં નળમાંથી જ પાણી પીવું હોય એવું જણાતું હતું. હાથીને અહીં પાણી પીતાં બે કલાક લાગ્યા અને ત્યાં સુધી અમે બાથરૂમમાં પુરાઈ રહ્યા.’


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2019 10:36 AM IST | સાઉથ આફ્રિકા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK