Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્ર: કોરોનાથી બચાવનાર PPE કિટની મદદે 780 ગ્રામ સોનાની કરી ચોરી

મહારાષ્ટ્ર: કોરોનાથી બચાવનાર PPE કિટની મદદે 780 ગ્રામ સોનાની કરી ચોરી

07 July, 2020 04:08 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્ર: કોરોનાથી બચાવનાર PPE કિટની મદદે 780 ગ્રામ સોનાની કરી ચોરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે, પોલીસે કહ્યું કે દુકાનમાં લગાડેલા સીસીટીવી કેમેરામાંથી મળેલી ફુટેજમાં દેખાય છે કે ચોર શૉકેસ અને કબાટમાં રાખેલા દાગીના ઉઠાવી રહ્યા છે.

કોરોનાવાયરસ જેવી ગંભીર બીમારીથી બચવામાં મદદ કરનાર ખાનગી સાધન પીપીઇ કિટનો ઉપયોગ કરીને ચોરીનો કેસ સામે આવ્યો છે. આ કેસ મહારાષ્ટ્રના સતારા જિલ્લાનો છે. પોલીસે મંગળવારે જણાવ્યું કે પીપીઇ કિટ પહેરેલી ચોરોએ સતારા જિલ્લામાં એક જ્વેલરી શૉપમાં પોતાની હાથ સફાઇ કરી અને 780 ગ્રામ સોનું લઈને ફરાર થઈ ગયા. ચોરના આ કારસ્તાન દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.



સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે, પોલીસે કહ્યું કે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાંથી મળેલી ફુટેદમાં દેખાય છે કે ચોર શૉકેસ અને કબાટમાં રાખેલા દાગીના ઉઠાવી રહ્યા છે. આમાં દેખાય છે કે ચોર કૅપ, માસ્ક, પ્લાસ્ટિક જેકેટ અને હાથમોજાં પહેરીને દુકાનમાં ગયા અને જ્વેલરી ઉપાડીને લઈ ગયા. આ ઘટના બે દિવસ જૂની છે એવું કહેવામાં આવી રહી છે.


ફલટણ પોલીસ થાણેમાં દુકાનના માલિક તરફથી કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે દુકાનના માલિકનું કહેવું છે કે ચોર 78 તોલા એટલે કે 780 ગ્રામ સોનું લઈને ગયા છે. તેમણે જણાવ્યું કે ચોર દુકાનની દીવાલ તોડીને અંદર ઘુસ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2020 04:08 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK