Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મધ્ય પ્રદેશમાં ચોરો ૨૯ લાખ રૂપિયા ભરેલું એટીએમ મશીન જ ઉઠાવી ગયા

મધ્ય પ્રદેશમાં ચોરો ૨૯ લાખ રૂપિયા ભરેલું એટીએમ મશીન જ ઉઠાવી ગયા

29 September, 2019 09:47 AM IST | સતના

મધ્ય પ્રદેશમાં ચોરો ૨૯ લાખ રૂપિયા ભરેલું એટીએમ મશીન જ ઉઠાવી ગયા

પ્રતિકાત્મક તસ્વીર

પ્રતિકાત્મક તસ્વીર


મધ્ય પ્રદેશના સતના જિલ્લાના અમરપાટણ શહેરમાં ચોરોની ટોળકીએ ગુરુવારે રાત્રે ૨૯ લાખ રૂપિયા ભરેલું એટીએમ મશીન ચોરી લીધું હોવાનું અમરપાટણ પોલીસ સ્ટેશનના ઇન-ચાર્જ આર. પી. મિશ્રાએ ગઈ કાલે જણાવ્યું હતું.
અમરપાટણ-સતના મેઇન રોડ પર ઇન્સ્ટોલ કરાયેલું એટીએમ મશીન એક ખાનગી બૅન્કની માલિકીનું હતું. ઘટના સ્થળના સીસીટીવી કૅમેરાના ફુટેજ પરથી જણાયું હતું કે મશીનમાંથી પૈસા કાઢવાના નિષ્ફળ પ્રયાસો બાદ ચોરો મશીન ડિસકનેક્ટ કરી સાથે લાવેલા વાહનમાં ઉઠાવી ગયાં હતાં. સ્થાનિકોએ એટીએમ ગાયબ હોવા સંબંધે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ સીસીટીવી કૅમેરાના ફુટેજ પરથી ચોરોને પકડવાનો પ્રયાસ કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2019 09:47 AM IST | સતના

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK