એવી મહિલાઓ જે ભારતીય રાજકારણમાં ધરાવે છે આગવું સ્થાન

Published: 10th June, 2019 18:53 IST

આવો જાણીએ એવી મહિલાઓ વિશે જેમણે રાજકારણમાં પોતાનું એક આગવું સ્થાન મેળવ્યું છે.

એવી મહિલાઓ જેમણે ભારતીય રાજકારણમાં સક્રિયપણે ભજવ્યો ભાગ
એવી મહિલાઓ જેમણે ભારતીય રાજકારણમાં સક્રિયપણે ભજવ્યો ભાગ

ભારતીય રાજકારણમાં મહિલાઓના સન્માન અને ન્યાયપૂર્ણ પ્રતિનિધિત્વની જરૂરિયાતે દેશમાં પોતાના અધિકારોની એક લાંબી યાત્રા ખેડી છે. તો આવો જાણીએ એવી મહિલાઓ વિશે જેમણે રાજકારણમાં પોતાનું એક આગવું સ્થાન મેળવ્યું છે.

સોનિયા ગાંધી

Sonia Gandhi

સોનિયા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે લાંબા સમય સુધી કામગીરી બજાવી હતી. નહેરૂ - ગાંધી પરિવારના વંશના તેઓ સભ્ય છે, આ પ્રખર મહિલા નેતાએ 1998માં રાજકારણમાં પ્રવેશ કર્યો, અને 2017માં પોતાની જવાબદારી પુત્ર રાહુલ ગાંધીને સોંપ્યું.

માયાવતી

Mayawati

પી.વી. નરસિમ્હા રાવે રાજકારણમાં માયાવતીના આગમનને લોકતંત્રના ચમત્કાર તરીકે વર્ણવ્યો છે. આ ક્ષેત્રમાં મહિલા તરીકે આવશ્યકતા પ્રમાણે તેમના સંઘર્ષે તેમને વધુ મજબૂત બનાવ્યા. શરૂઆતથી જ વિનમ્ર, ખુશમિજાજી માયાવતીનો રાજકારણ સાથે કોઇ જ સંબંધ નહોતો. જો કે દલિત રાજનેતા કાશીરામે તેમને આ ક્ષેત્રે આવવા રાજી કર્યા. તેમણે 1995માં ઉત્તર પ્રદેશની પ્રથમ મુખ્યપ્રધાન તરીકે ઐતિહાસિક જીત અને પ્રસિદ્ધિ મેળવી.

પ્રતિભા પાટિલ

Pratibha Patil

1962માં પ્રતિભા પાટિલ મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય તરીકે રાજકારણમાં સામેલ થયા. ગાંધી પરિવારની સાથે તેમની શરતોએ તેમને રાષ્ટ્રપતિ પદનું દાયિત્વ નિભાવવા સક્ષમ બનાવી દીધા. તેમણે 2007થી 2012 સુધી ભારતના 12માં રાષ્ટ્રપતિ તરીકે કામ કર્યું અને મહિલા સશક્તિકરણના પક્ષના કાર્યના સમર્થનમાં આગળ રહ્યા.

શીલા દીક્ષિત

Sheela Dixit

શીલા દીક્ષિતના સસરા ઉમાશંકર દીક્ષિત કેન્દ્રીય પ્રધાન હોવાની સાથે સાથે નહેરૂ ગાંધી પરિવારના સૌથી નજીકના સહયોગી હતા. ઇન્દિરા ગાંધીએ શીલાની રાજકારણીય ક્ષમતા અને જનૂન ત્યારે જોયું જ્યારે તે પોતાના પિતા સાથે કામ કરી રહ્યા હતા. આ રાજકારણી મહિલાએ ભારતમાં મહિલાઓની સ્વતંત્રતા અને સન્માનની પૂરતી સુરક્ષાના વિષયમાં કામ કર્યું છે.

મમતા બેનર્જી
દીદીના નામે લોકપ્રિય મમતા બેનર્જીએ પોતાની રાજનૈતિક જીવનની શરૂઆત ઘણો વખત પહેલા કરી હતી. 1997માં તેમણે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી, જે બંગાળનો સૌથી શક્તિશાળી વિપક્ષ બન્યો. 2011માં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના 34 વર્ષના શાસનને સમાપ્ત કરી, પશ્ચિમ બંગાળની પહેલી મુખ્યપ્રધાન બની.

વસુંધરા રાજે સિંધિયા
વસુંધરા રાજેના માતા પિતા બન્ને રાજનેતા હતા. તેથી જ સદ્નસીબે તેઓ પણ આ જ ક્ષેત્રમાં આગળ વધ્યા. તેમણે 2013થી 2018 સુધી રાજસ્થાનની પ્રથમ મહિલા મુખ્યપ્રધાન તરીકે કામ કર્યું.

સુષ્મા સ્વરાજ
સુષ્મા સ્વરાજ પોતાના ગ્રેજ્યુએશનના સમયથી રાજકારણમાં સામેલ હતા. તેઓ 25 વર્ષની વયે જનતા પાર્ટીના કેબિનેટ પ્રધાન બન્યા અને ઇંદિરા ગાંધી પછી પદ સંભાળનાર દ્વિતીય મહિલા હતા. 1998માં દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન બન્યા બાદ ખ્યાતિ મેળવી જોકે આ સેવા તેમણે 3 મહિના માટે જ કરી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK