વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસની ગુજરાતની મુલાકાતે છે. મોદીએ કચ્છમાં ત્રણ મહત્ત્વના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમ્યાન વડા પ્રધાન મોદીએ કચ્છના લખપતમાં ખેડૂતોના એક ગ્રુપ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ છેલ્લા ૨૦ દિવસથી નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારનાં ત્રણ નવા કૃષિ બિલ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની પણ વાત કહી હતી. વડા પ્રધાને કહ્યું કે ખેડૂતોને ભ્રમિત કરવાનું મોટું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. સરકાર ૨૪ કલાક ખેડૂતોના હિત માટે જ વિચારે છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે ‘હું પોતાના ખેડૂત ભાઈઓને કહી રહ્યો છું કે તેમની તમામ વાત સાંભળવા માટે સરકાર ૨૪ કલાક તૈયાર છે, ખેડૂતોની મુશ્કેલી ઓછી થાય એની માટે અમે નિરંતર કામ કર્યું. અમારી સરકારની નિયત અમારી સરકારનો પ્રયાસ હતો જેને આખા દેશના દરેક ખૂણાના ખેડૂતોએ આશીર્વાદ આપ્યા. ખેડૂતોના આશીર્વાદની આ તાકાત જે ભ્રમ ફેલાવનારા લોકો છે, જે ખેડૂતોના ખભા પર બંદૂકો ફોડી રહ્યા છે, દેશના તમામ જાગૃત ખેડૂત તેમને પરાસ્ત કરીને જ રહેશે.’
કચ્છની બન્ની ભેંસ પાંચ લાખમાં વેચાઈ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કચ્છ બન્ની ભેંસની સરાહના કરી હતી અને કહ્યું હતું કે ‘મને બતાવવામાં આવ્યું છે કે હમણાં એક બન્ની ભેંસ પાંચ લાખ રૂપિયાથી વધુમાં વેચાઈ છે.’ નરેન્દ્ર મોદીએ બન્ની ભેંસની તારીફ કરતાં કહ્યું હતું કે ‘અહીં કચ્છની બન્ની ભેંસ, આપણી બન્ની ભેંસ દુનિયામાં પોતાનું નામ કમાઈ રહી છે. કચ્છમાં તાપમાન ૪૫ ડિગ્રી હોય કે પછી તાપમાન શૂન્યથી નીચે હોય તો પણ બન્ની ભેંસ આરામથી બધું સહન કરે છે અને પાણી પણ ઓછું જોઈએ. એક દિવસમાં આ ભેંસ લગભગ સરેરાશ ૧૫ લિટર દૂધ આપે છે. એનાથી વર્ષે બેથી ત્રણ લાખ સુધીની કમાણી થાય છે. મને બતાવવામાં આવ્યું કે હમણાં એક બન્ની ભેંસ પાંચ લાખ રૂપિયાથી વધુમાં વેચાઈ છે. જેટલામાં બે નાની કાર ખરીદો એટલામાં એક બન્ની ભેંસ મળે છે. સાલ ૨૦૧૦માં બન્ની ભેંસને રાષ્ટ્રીય માન્યતા મળી છે. આઝાદી પછી આ ભેંસની આ પહેલી બ્રીડ હતી જેને રાષ્ટ્રીય સ્તર પર આવી રીતે માન્યતા મળી છે. બન્ની ભેંસના દૂધનો કારોબાર અને એના માટે બનેલી વ્યવસ્થા અહીં કચ્છમાં સફળ રહી છે.’
Share Market: સેન્સેક્સમાં 834 અંકનો ઉછાળો, Bajaj Finservના શૅરમાં ઉછાળો
19th January, 2021 15:45 ISTવિધાનસભા ચૂંટણી પહેલાં બંગાળમાં રાજકીય ઘમસાણ
19th January, 2021 14:18 ISTદિલ્હીમાં કોણ આવશે, કોણ નહીં એ પોલીસ નક્કી કરશે: ખેડૂતોની ટ્રૅક્ટર-રૅલી પર સુપ્રીમનું નિવેદન
19th January, 2021 14:16 ISTવડા પ્રધાન મોદીની અમદાવાદ અને સુરતને મેટ્રોની ગિફ્ટ
19th January, 2021 14:13 IST