ટોક્યોના રસ્તા પર છે ટ્રાન્સપરન્ટ ટૉઇલેટ્સ

Published: Aug 21, 2020, 09:09 IST | Mumbai correspondent | Mumbai

પબ્લિક ટૉઇલેટ્સ વિશે લોકોના ખ્યાલ બદલાય એ ઇરાદે પારદર્શક પબ્લિક ટૉઇલેટ્સ બનાવીને વપરાશમાં લેવાતાં હોવાનું ટોક્યોના સત્તાવાળાઓએ જણાવ્યું હતું.

આ જોઈને સ્વાભાવિકપણે થાય કે આનો યુઝ કરવાની હિંમત કોણ કરે?
આ જોઈને સ્વાભાવિકપણે થાય કે આનો યુઝ કરવાની હિંમત કોણ કરે?

જપાનમાં પબ્લિક ટૉઇલેટ્સની ક્લીનલીનેસ અને ક્વૉલિટી બહુ જ સરસ હોય છે એવું તો આપણે ઘણી વાર સાંભળ્યું છે. જોકે ટોક્યોમાં કેટલાંક ટ્રાન્સપરન્ટ ટૉઇલેટ્સ સાર્વજનિક ઠેકાણે મૂકવામાં આવ્યાં છે. બહારથી જુઓ તો પારદર્શક દીવાલો છે. આ જોઈને સ્વાભાવિકપણે થાય કે આનો યુઝ કરવાની હિંમત કોણ કરે? જોકે આ ટૉઇલેટ્સમાં વ્યક્તિ અંદર જાય અને દરવાજો લૉક કરે ત્યારે એની દીવાલો ધૂંધળા રંગની થઈ જતાં એમાં પારદર્શકતા રહેતી નથી. ટોક્યોના શિબાયુ વિસ્તારમાં ગોઠવાયેલા આ પબ્લિક ટૉઇલેટ્સની ડિઝાઇન શિંગેરુ બાન નામના આર્કિટેક્ટ્સે તૈયાર કરી છે. પબ્લિક ટૉઇલેટ્સ વિશે લોકોના ખ્યાલ બદલાય એ ઇરાદે પારદર્શક પબ્લિક ટૉઇલેટ્સ બનાવીને વપરાશમાં લેવાતાં હોવાનું ટોક્યોના સત્તાવાળાઓએ જણાવ્યું હતું. આ પ્રકારનાં ટૉઇલેટ્સને કારણે લોકોમાં સ્વચ્છતા જાળવવાની સજાગતા વધે છે અને અન્ય કોઈ ટૉઇલેટનો ઉપયોગ કરતું હોય તો બહારથી એનો ખ્યાલ આવી જાય છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK