કોરોનાના નામે ૫૦૦ રૂપિયે લિટર ગૌમૂત્ર વેચનારા ફૂટી નીકળ્યા

Published: Mar 19, 2020, 10:34 IST | Mumbai Desk

ચમત્કાર અને વાંધાજનક પ્રચાર તેમ જ બદઇરાદાભર્યાં કૃત્યોની કાનૂની કલમો હેઠળ શેખ સામે બિનજામીનપાત્ર ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમ બંગાળના હુગલીમાં કોરોના વાઇરસની દવા તરીકે ગૌમૂત્ર અને ગાયનું છાણ વેચનારા ૫૦ વર્ષના શેખ મહમૂદ અલીની ધરપકડ કરવામાં આવી હતી. હુગલી પાસેના ધાનકુનીમાં દૂધનો ધંધો કરનારો શેખ ભારતની ગાયનું મૂત્ર ૫૦૦ રૂપિયે લિટર અને જર્સી ગાયોનું મૂત્ર ૪૦૦ રૂપિયે લિટર વેચતો હતો. ચમત્કાર અને વાંધાજનક પ્રચાર તેમ જ બદઇરાદાભર્યાં કૃત્યોની કાનૂની કલમો હેઠળ શેખ સામે બિનજામીનપાત્ર ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી. શેખને કોર્ટમાં હાજર કરવામાં આવતાં મૅજિસ્ટ્રેટે તેને ચાર દિવસ જુડિશ્યલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. દરમ્યાન કલકત્તા પાસેના જોરાસાન્કો ખાતે ભારતીય જનતા પક્ષના નેતાએ યોજેલી ‘ગૌમૂત્ર પાર્ટી’ના અનુસંધાનમાં પોલીસે કેસ નોંધ્યો હતો. કલકત્તાના નૉર્થ દિનાજપુર જિલ્લાના રાયગંજમાં પણ બીજેપીએ ગૌમૂત્ર પીવાનો કાર્યક્રમ યોજ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK