Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરના દુકાનદારો કહે છે, પોલીસ પૅટ્રોલિંગ નથી કરતી એટલે તાળાં તૂટે છે

ઘાટકોપરના દુકાનદારો કહે છે, પોલીસ પૅટ્રોલિંગ નથી કરતી એટલે તાળાં તૂટે છે

19 October, 2011 08:57 PM IST |

ઘાટકોપરના દુકાનદારો કહે છે, પોલીસ પૅટ્રોલિંગ નથી કરતી એટલે તાળાં તૂટે છે

ઘાટકોપરના દુકાનદારો કહે છે, પોલીસ પૅટ્રોલિંગ નથી કરતી એટલે  તાળાં તૂટે છે




દુકાનોદારોએ મિડ-ડે Localને કહ્યું હતું કે ‘અમને હંમેશાં, વિશેષ રૂપે તહેવારોના સમયે પોલીસ તરફથી એવું આશ્વાસન મળે છે કે રાતના અમારું પૅટ્રોલિંગ થતું જ હોય છે; તમે ચિંતા ન કરો. આમ છતાં ૧૦ ઑક્ટોબરના સોમવારે વહેલી સવારે ૫થી ૬ વાગ્યાની વચ્ચે આર. બી. મહેતા માર્ગ (૬૦ ફીટ રોડ)ની દુકાનોનાં તાળાં તૂટ્યાં અને દુકાનોમાંથી કપડાં અને રોકડ રકમની ચોરી થઈ. સોમવારે ૬૦ ફીટ રોડ પર કોઈએ દુકાનનાં તાળાં તૂટ્યાં એ પહેલાં કે ત્યાર પછી પણ આ રસ્તા પર પોલીસની વૅન ફરતી જોઈ નથી.’





આ ચોરીના બનાવમાં સૌથી મોટી ચોરી મુરારબાગ બિલ્ડિંગમાં આવેલી કૂલવસ્ત્ર રેડીમેડ શૉપમાં થઈ છે. આ દુકાનમાંથી ૨,૨૫,૦૦૦થી ૨,૫૦,૦૦૦ની માલમતા ગઈ છે, જ્યારે એ જ બિલ્ડિંગમાં બે દુકાન છોડીને આવેલી એક્સ નામની રેડીમેડ કપડાંની શૉપમાંથી ૨૫,૦૦૦ રૂપિયાની રોકડ રકમની કાઉન્ટરમાંથી ચોરી થઈ હતી. ૩ વર્ષ પહેલાં આ દુકાનનું ઉદ્ઘાટન થયું ત્યારે ૮૫,૦૦૦ રૂપિયા આ જ રીતે તાળાં તોડીને અજાણ્યા માણસો લઈ ગયા હતા.

પંતનગર પોલીસ-સ્ટેશનના તપાસ અધિકારી પી. પી. વાયરાએ મિડ-ડે Localને કહ્યું હતું કે ‘આ બન્ને દુકાન સિવાય આ જ રોડ પર આવેલી ઓએસિસ નામની કેકની દુકાનમાંથી પણ નજીવી રોકડ રકમ અને કેક અને ચૉકલેટના કાઉન્ટરની ચોરી થઈ છે જેની અંદાજિત કિંમત ૪૦૦૦ રૂપિયાથી ૮૦૦૦ રૂપિયાની હોઈ શકે, પરંતુ આ દુકાનમાં સીસીટીવી કૅમેરા હોવાથી એનાં ફુટેજ અમને આ ચોરીની ઘટનાની તપાસ કરવામાં મદદગાર બનશે.’



વધુ દુકાનોમાં ચોરી


ઓડિયન, ૬૦ ફીટ રોડ અને પંતનગરના વિસ્તારમાં ૮થી ૧૦ દુકાનોનાં તાળાં તૂટ્યાં છે, પણ બધી દુકાનોમાંથી વધારે તો માલની જ ચોરી થઈ હોવાથી દુકાનદારો પોલીસની ઝંઝટમાં તહેવારના સમયે પડવા ન માગતા હોવાથી પંતનગર પોલીસ-સ્ટેશનમાં ફક્ત બે જ દુકાનદારોની ફરિયાદ નોંધાઈ છે. Whatsapp-channel Whatsapp-channel

19 October, 2011 08:57 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK