દુનિયાના સૌથી વયસ્ક હેરડ્રેસરનું ૧૦૮ વર્ષે અવસાન થયું

Published: Sep 28, 2019, 13:50 IST | મુંબઈ

તેમણે ૧૨ વર્ષની ઉંમરે વાળંદ તરીકે વાળ કાપવાનું કામ શીખ્યું હતું અને ભણવાનું પણ છોડી દીધેલું.

108 વર્ષના લેડી હેર ડ્રેસરનું મૃત્યુ
108 વર્ષના લેડી હેર ડ્રેસરનું મૃત્યુ

કેટલાક લોકો ૬૦ વર્ષે નિવૃત્તિ લઈને પગ વાળીને બેસવાનું પસંદ નથી કરતા પણ જીવનભર પોતાને મનપસંદ કામ કરતા રહે છે. અમેરિકાના ન્યુ યૉર્કમાં રહેતા એન્થની મેનકિન્લીએ જીવ્યા ત્યાં સુધી પોતાનું ગમતું કામ કર્યું હતું. ૨૦૧૮માં એન્થનીનું નામ સૌથી ઉંમરલાયક પ્રોફેશનલ તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં પણ નોંધાયું હતું. તેમણે ૧૨ વર્ષની ઉંમરે વાળંદ તરીકે વાળ કાપવાનું કામ શીખ્યું હતું અને ભણવાનું પણ છોડી દીધેલું. ત્યારથી તેણે હેર-ડ્રેસર તરીકે કામ શરૂ કર્યું હતું જે મરતાં સુધી ચાલુ રાખ્યું હતું. ૧૯૩૨માં બાર્બર બનીને કામ શરૂ કર્યું હતું અને એ કામમાંથી ક્યારેય નિવૃત્ત થયા નહોતા. સમયની સાથે તેણે હેર-ડ્રેસિંગની નવી-નવી સ્ટાઇલ અને ટ્રેન્ડ પણ સ્વીકારીને પોતાની જાતને અપડેટ રાખી હતી. જીવનની સેન્ચુરી પૂરી થયા પછી પણ તેણે પોતાના સેલૉંમાંથી રજા નહોતી લીધી. લગભગ ૯૬ વર્ષની પ્રોફેશનલ કરીઅરમાં તેમણે એક જ પરિવારની ચાર પેઢીના વાળ કાપ્યા છે અને એ ન્યાયે તેઓ સૌથી લાંબી કરીઅર અને સૌથી વયસ્ક વર્કિંગ વ્યક્તિનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ધરાવતા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK