મહિલા તાબે ન થતાં પાડોશી ભાઈઓએ હત્યા કરી

Published: 18th October, 2020 10:00 IST | Mumbai correspondent | Mumbai

આરોપીઓ પાછળ પડ્યા હતા, પરંતુ તે ભાવ આપતી ન હોવાથી ગળું દબાવી નાખ્યું

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મુંબઈ નજીકના ભિવંડીમાં પાડોશી મહિલા પોતાને તાબે ન થતાં બે સગા ભાઈઓએ ૪૦ વર્ષની એક મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. પોલીસે હત્યાના કેસમાં ૩૦ અને ૨૫ વર્ષના ભાઈઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓએ મહિલા સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ તપાસમાં જણાયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ભિવંડીના હનુમાન ટેકડી વિસ્તારમાં ૪૦ વર્ષની એક મહિલા તેના પરિવાર સાથે રહેતી હતી. તેની પાડોશમાં ૩૦ વર્ષનો જુનૈદ ફારુકી અને તેનો ૨૫ વર્ષનો ભાઈ યતીન પરિવાર સાથે રહે છે. મહિલા સુંદર હોવાથી જુનૈદ ફારુકીની નજર તેના પર હતી, જ્યારે નાના ભાઈ યતીનની પત્ની સાથે આ મહિલાનો થોડા સમય પહેલાં મામૂલી કારણસર ઝઘડો થયો હતો. મહિલા પોતાને તાબે ન થતી હોવાથી બન્ને ભાઈઓએ ગુરુવારે રાત્રે આ મહિલાનું તેની જ ઓઢણીથી ગળું દબાવી નાખીને હત્યા કરી નાખી હતી.
હનુમાન ટેકડીમાં રહેતી એક મહિલાની હત્યા કરાઈ હોવાની જાણ થયા બાદ ભિવંડી શહેર પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને મહિલાનો મૃતદેહ તાબામાં લઈને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલ મોકલી આપ્યો હતો અને અજાણ્યા આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૦૨ અને ૩૭૬ હેઠળ ગુનો (ગુના નં. ૩૪૦/૨૦૨૦) નોંધીને તપાસ હાથ ધરી હતી.
થાણે પોલીસના ઝોન-૨ના ડીસીપી રાજકુમાર શિંદેએ જણાવ્યું હતું કે ‘હત્યાની સાથે મહિલા સાથે જબરદસ્તી કરવાના આરોપસર જુનૈદ અને યતીન ફારુકી નામના બે ભાઈની ધરપકડ કરી હતી. તેમણે પોતાનો ગુનો કબૂલ્યો છે. આરોપી અને મરનાર એક જ સમાજ-ધર્મનાં છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK