મુલુંડમાં દુકાનો ખુલ્લી રહેશે એ વિડિયો ફેક

Published: May 15, 2020, 17:14 IST | Mumbai Correspondence | Mumbai Desk

પનવેલના વિડિયોને મૉર્ફ કરીને વાઇરલ કરાયો હોવાનો પાલિકાના અધિકારીનો ખુલાસો

મુલુંડના રામગઢ વિસ્તારમાં એન્ટ્રી-એક્ઝિટ સીલ કરવામાં આવી
મુલુંડના રામગઢ વિસ્તારમાં એન્ટ્રી-એક્ઝિટ સીલ કરવામાં આવી

મુલુંડમાં હાલમાં એક વિડિયો વાઇરલ થયો હતો. એ વિડિયોમાં પાલિકાના એક અધિકારી એમ કહેતા જણાય છે કે ‘સોમવાર અને શુક્રવારે અમે સ્થિર દુકાનો, જનરલ સ્ટોર્સ, હાર્ડવેરની દુકાનો, દુકાન જે બાંધકામ સામગ્રી વેચી રહી છે એ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. આ દુકાનો દિવસભર ખુલ્લી રહેશે. મંગળવાર અને બુધવારે ઑટોમોબાઇલ સંબંધિત દુકાનો, જેમાં વર્કશૉપ અને ગૅરેજ સામેલ છે એ ખુલ્લી રહેશે. બુધવાર અને રવિવારે ઇલેક્ટ્રૉનિક શૉપ્સ અને રિપેર સેન્ટરો, મોબાઇલ શૉપ્સ, મોબાઇલ ગૅલરીઓ, ગૅસ, કૂકર અને મિક્સર રિપેરિંગ શૉપ ખુલ્લી રહેશે અને દર ગુરુવારે તૈયાર વસ્ત્રો વેચવાની દુકાનો ખુલ્લી રહેશે, પરંતુ આ વિડિયો તદ્દન ખોટો સાબીત થયો છે. વિડિયોમાં જે બોલી રહ્યા છે એ નવી મુંબઈ પનવેલ વિભાગના કમિશનર ગણેશ દેશમુખ છે અને તેમને મુલુંડથી કોઈ સંબંધ જ નથી.’

મુલુંડ ‘ટી’ વૉર્ડના વૉર્ડ ઑફિસર કિશોર ગાંધી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ વિડિયો તદ્દન ખોટો છે. મુલુંડમાં કોઈ જ દુકાનો ખોલવામાં આવશે નહીં. જે વિડિયોમાં બોલી રહ્યા છે તે પનવેલ વિભાગના ગણેશ દેશમુખ છે. આ વિડિયોને લગતા અનેક પેપરોએ ખોટા સમાચાર પણ છાપી નાખ્યા હતા જેને પગલે બુધવાર અને ગુરુવારે અનેક ફોન અને અનેક લોકો પાલિકાની ઑફિસમાં આવી પહોંચ્યા હતા. આવા મજાકને પગલે અનેક મુશકેલી થઈ શકે છે. આ વિડિયો ઍડિટ કરનાર પર કડક પગલાં લેવામાં આવશે.

મુલુંડમાં કોરોનાના વધતા જતા કેસથી ફફડાટ
એક અઠવાડિયામાં ૧૫૦થી વધુ કેસ નોંધાયા, ઇન્દિરાનગર બન્યું હૉટસ્પૉટ

મુલુંડમાં કોરોના વાઇરસના કેસ વધતા જાય છે. એ સાથે મુલુંડવાસીઓમાં ભયનો માહોલ પણ જોવા મળે છે. મુલુંડમાં પાલિકા અને સામાજિક કાર્યકરો કામ તો સારું કરી રહ્યા છે, પણ એ છતાં દિવસે ને દિવસે કેસોમાં સારોએવો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા આઠ દિવસમાં મુલુંડમાં 150થી વધુ કેસ સામે આવ્યા છે.
શરવાતના દિવસોમાં મુંબઈ મહાનગરપાલિકાના 24 વૉર્ડમાં મુલુંડ છેલ્લા નંબર પર હતું, જ્યારે આજની પરિસ્થિતિ જોઈએ તો 275 વધુ કેસ મુલુંડમાં થઈ ગયા છે. જ્યારે આમાંના 60થી વધુ લોકોને ઇલાજ બાદ હૉસ્પિટલમાંથી રજા પણ અપાઈ છે અને પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે. મુલુંડમાં વધુ કેસ મુલુંડ (વેસ્ટ)માં આવેલા ઇન્દિરાનગર અને રામગઢ વિસ્તારમાંથી નોંધાયા છે. આ બેઉ વિસ્તાર સ્લમ વિસ્તાર છે, જેથી અહીં કેસ વધવાની શક્યતા વધુ છે.
મુલુંડ (ઈસ્ટ)માં આવેલા એક આઠ જણનો પરિવાર કોરોના પૉઝિટિવ છે એવી રીતે મુલુંડ (વેસ્ટ)માં સૅવદોય વિસ્તારમાં ચાર પરિવારજનો કોરોના પૉઝિટિવ છે. એ સાથે મુલુંડ ઝવેર રોડ પર રહેતાં પતિ-પત્ની કોરોના પૉઝિટિવ હતાં, પણ તેમને ઇલાજ બાદ રજા આપી છે.
મુલુંડ ટી વૉર્ડના હેલ્થ અધિકારી મહેન્દ્રા શિંગળાપુરકર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મુલુંડમાં ઇન્દિરાગર કોરોનાનું હૉટસ્પૉટ બની ગયું છે. ત્યાં આશરે 10 હજાર કરતાં વધુ વસ્તી છે અને દરેક રૂમ બહુ નજીક હોવાથી ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. હાલમાં અહીં દર બે દિવસે હેલ્થ કૅમ્પનું આયોજન કરવામાં આવે છે. મુલુંડ (ઈસ્ટ)માં આવેલી મીઠાગર શાળામાં પણ લોકોના ઇલાજ ચાલુ છે અને છેલ્લા બે દિવસોમાં 50થી વધુ લોકોનો ઇલાજ કરી ઘરે મોકલાવી દેવાયા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK