ગર્ભવતી મહિલાને અમેરિકા આવવા માટે વિઝા નહીં આપે ટ્રમ્પ સરકાર

Published: Jan 24, 2020, 12:24 IST | Washington

ગર્ભવતી મહિલાને અમેરિકા આવવા માટે વિઝા નહીં આપે ટ્રમ્પ સરકાર

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

અમેરિકામાં ટ્રમ્પ સરકાર વિઝા પર કેટલાક નવા નિયમ લાગુ કરવાની છે. આ નિયમ હેઠળ ગર્ભવતી મહિલા અમેરિકા નહીં જઈ શકે. એટલે કે પોતાનું બાળક અમેરિકામાં જન્મીને ત્યાંનો પાસપોર્ટ મળી જાય એ માટે અમેરિકા જવા ઇચ્છતી મહિલાઓ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. આ નિર્ણય ગઈ કાલે ૨૩ જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો છે.

નવા નિયમથી ગર્ભવતી મહિલાઓને પર્યટન વિઝા પર મુસાફરી કરવી મુશ્કેલ બનશે. નિયમમાં કહેવામાં આવ્યું છે કે વિઝા મેળવવા માટે વ્યક્તિએ કોન્સલ ઑફિસરને અમેરિકા જવા માટે કોઈ ચોક્કસ કારણ જણાવવું પડશે છે. પ્રશાસન તમામ પ્રકારનાં ઇમિગ્રેશન પર પ્રતિબંધ મૂકી રહ્યું છે, એમાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ખાસ કરીને ‘જન્મેલા નાગરિકત્વ’ના મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. આમાં યુનાઇટેડ સ્ટેટ્‌સમાં જન્મેલા નૉન-અમેરિકન નાગરિકોનાં બાળકોના નાગરિકતાના અધિકારને નાબૂદ કરવાનો છે.

આ પણ વાંચો : ભારત સાથે સંબંધ સુધર્યા બાદ જ દેશની આર્થિક ક્ષમતા સુધરશે : ઇમરાન ખાન

અમેરિકા અને વિદેશમાં ‘બર્થ ટૂરિઝમ’નો વધુપડતો વિકાસ થાય છે. અમેરિકન કંપનીઓ પણ આ માટે જાહેરાત કરે છે અને હોટેલની રૂમો અને મેડિકલ સુવિધાઓ વગેરે માટે ૮૦,૦૦૦ ડૉલર વસૂલ કરે છે. રશિયા અને ચીન જેવા દેશોની ઘણી મહિલાઓ બાળકોને જન્મ આપવા માટે અમેરિકા આવે છે. જોકે ડોનલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી અમેરિકા આ પ્રકારના વિચાર ધરાવતા લોકો સામે કડક પગલાં લઈ રહ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK