કાઉચ પર પડ્યા-પડ્યા પાંચ ફુટબૉલ ફેરવવાની કરામત

Published: Sep 10, 2020, 08:36 IST | Mumbai correspondent | Mumbai

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર @RyuTricks ના અકાઉન્ટ પર અપલોડ કરવામાં આવેલા વિડિયોમાં કાઉચ પર આડો પડેલો માણસ મોઢામાં લાકડી પકડીને એના પર ફુટબૉલ ફેરવતો દેખાય છે.

કાઉચ પર પડ્યા-પડ્યા પાંચ ફુટબૉલ ફેરવવાની કરામત
કાઉચ પર પડ્યા-પડ્યા પાંચ ફુટબૉલ ફેરવવાની કરામત

હાથની આંગળી પર ફુટબૉલ ફેરવવાની રમત ઘણાને આવડતી હશે, પરંતુ કાઉચ પર પડ્યા રહીને એકસાથે પાંચ ફુટબૉલ ઉછાળવાની કરામતનો વિડિયો આજકાલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર @RyuTricks ના અકાઉન્ટ પર અપલોડ કરવામાં આવેલા વિડિયોમાં કાઉચ પર આડો પડેલો માણસ મોઢામાં લાકડી પકડીને એના પર ફુટબૉલ ફેરવતો દેખાય છે. કૅમેરા ઝૂમ આઉટ થાય એ પછી તે ઘૂંટણ અને પગમાં પકડેલી લાકડીઓની ઉપર બીજા ચાર ફુટબૉલ ચકરાવા લેવડાવતો હોય એવું દેખાય છે. હાથનો ઉપયોગ કર્યા વગર ફુટબૉલ ફેરવવવાની કરામત બતાવતા એ વિડિયોને 7.5 લાખ લાઇક્સ મળ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK